Corona Update

અમદાવાદમાં કડક લોકડાઉન લાગુ, કોરોના કાબુ લેવા દવા,દુધ સિવાય તમામ દુકાનો તમામ ઝોનમાં બંધ

4.44Kviews
  • અમદાવાદમાં કોરોના કાબુમાં લેવા કડક લોકડાઉન લાગુ
    – દવા અને દુધ સિવાય તમામ દુકાનો અમદાવાદમાં બંધ
    – કરિયાણા,ફ્રુટ,શાકની લારીઓ પણ જડબેસલાટ બંધ
    – આજે રાત્રે 12 વાગ્યાથી 15 મેસુધી નિયમો લાગુ
    – દરેક વોર્ડ દિઠ એક હોસ્પિટલ ઉભી કરવાનો આદેશ
  • રેડ ઝોનમાં આવેલી તમામ બેન્ક બંધ રહેશે,

અમદાવાદના કમિશનર મુકેશકુમારે આવતાની સાથે જ એ નિર્ણય લીધો છે જેની જરૂરત છેલ્લા ઘણા દિવસોથી હતી. અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. આ માટે માત્ર દવા અને દુધની જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. સતત સાત દિવસ સુધી અમદાવાદ જડબેસલાટ બંધ કરવામાં આવશે. અમદાવાદમાં જે રીતે કોરોના ફેલાય રહ્યો છે તેને કાબુમાં લેવા માટે એક જ ઉપાય છે સંપુર્ણ લોકડાઉન

જો કે  વિજય નહેરાએ પહેલા જ જવાબદારી પુર્વક કામ કર્યુ હોત  તો અમદાવાદની આજે આવી પરિસ્થિતિ ન હોત. પણ જે થયુ તે હવે અમદાવાદનો ચાર્જ મુકેશકુમારના હાથમાં છે અને તેમની સાથે બીજા અધિકારીઓ પણ છે. આ તમામે રિવરફ્રન્ટ ખાતે બેઠક યોજીને તાત્કાલિક ધોરણે નિર્ણય કર્યો કે આજે રાત્રે બાર વાગ્યાથી અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન રહેશે. લોકડાઉન 17 મેના દિવસે તબક્કાવાર ખુલશે.

 

 

Leave a Response

error: Content is protected !!