Corona Update

અમદાવાદમાં કોરોના તબલીગીને કારણે ફેલાયો, પણ આ પડકારનો સામનો અમે કરી લીધો : AMC કમિશનર

636views
  •  ત્રણ ખાનગી હોસ્પિ.ને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ,
  • 10 લાખની વસતિએ જાપાન કરતા વધુ ટેસ્ટઃ AMC કમિશનર
  • શહેરમાં નવા 91 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં, બેના મોત સાથે મૃત્યુઆંક 34, કુલ દર્દી 1192
  • આજે નોંધાયેલા 91 કેસોમાં 45 પુરુષ અને 39 મહિલા દર્દીઓ સામે આવ્યાં છે
  • બે દિવસ બાદ અમદાવાદમાં કેસોનો આંકડો 100થી ઓછો આવ્યો
  •  મોટાભાગના હોટસ્પોટ વિસ્તારમાંથી કેસ નોંધાયા

 કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે નવા 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બેના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ દર્દી 1192 અને મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, દિલ્હીની મરકઝમાંથી આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું હતું. 10 લાખની વસતિએ જાપાન કરતા પણ વધુ ટેસ્ટ કર્યાં છે. અમદાવાદની ત્રણ ખાનગી હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જાન્યુઆરી મહિનાથી અમદાવાદ તૈયાર હતુ, બહારથી લોકોએ આવી નવો પડકાર આપ્યો

આજે સામે આવેલા 91 કેસમાંથી મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી બહાર આવ્યા છે. કોરોનાનો સામનો કરવા અમે જાન્યુઆરી મહિનાથી જ તૈયાર હતા. અમે પહેલેથી જ માસ્ક પણ ખરીદી લીધા હતા. 24 જાન્યુઆરીએ તબીબોની મોટી ટ્રેનિંગ થઈ હતી. 8 માર્ચ સુધીમાં સ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું. જ્યારે એપ્રિલમાં ચોથું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. જો કે દિલ્હીની મરકઝમાં આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. બહારથી આવેલા લોકોને કારણે જે ડર અને પડકાર હતો તે સ્થિતિને પહોંચી વળ્યા છીએ. શાકભાજી અને રાશન વાળા પર અમારી નજર છે.

 

 

Leave a Response

error: Content is protected !!