રાજનીતિ

રાજસ્થાનના બધા ડોક્ટરે ના પાડી દીધી, અંતે અમદાવાદ સિવિલે બાળકની અશક્ય સર્જરી કરી જીવ બચાવ્યો

492views

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એમનેમ જ એશિયાની બેસ્ટ સિવિલ નથી કહેવાતી. અહિં અશક્ય સર્જીરી એવી રીતે થાય છે કે દુનિયા અચંબિત થઈ જાય છે. હાલ એક એવો જ કિસ્સો રાજસ્થાનનો આવ્યો. રાજસ્થનના એક બાળકની સર્જરી સિવિલે કરી અને બાળકનો જીવ બચાવ્યો. બાળકના માતા-પિતાએ તો રાજસ્થાનના બધા ડોક્ટરને બતાવ્યુ પણ કોઈએ હાથ ના ઝાલ્યો.

રાજસ્થાનના 10 વર્ષના માસુમ બાળક જયને અન્નનળીમાં ટ્યુમર થઈ ગયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટ્યુમરની તકલીફના કારણે તે ખુબ જ પરેશાની ભોગવી રહ્યો હતો. પિતા પ્રેમજયશંકરે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં તબીબી નિદાન માટે પ્રયાસ કર્યા પરંતુ ક્યાંય સફળતા હાથે લાગી નહોતી. છેલ્લે અમદાવાદમાં રહેતા તેમના એક સગાએ સિવિલ સંકુલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં નિદાન માટે સૂચન કર્યુ ત્યારે જયના પિતા જી.સી.આર.આઇ. આવી પહોંચ્યાં હતા. જયને અન્નનળીમાં ટ્યુમર હોવાના કારણે ખાવા-પીવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી. છેલ્લા દોઢ વર્ષમાં આશરે તે બાળકનું 15 કિ.ગ્રા વજન ઓછું થઇ ગયુ હતું.

પરિવારજનોનું બાળકનું ઓપરેશન થઈ ગયા બાદ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં સંવેદનશીલતા સાથે સરસ સહકાર મળશે તેની સ્વપ્નેય કલ્પના કરી ન હતી. હોસ્પિટલમાં અમને તબીબોની તકનીકી નિષ્ણાંતની સાથે સાથે હુંફ અને માનવતા પણ જોવા મળી છે.

અન્નનળીમાં થયેલ ટ્યુમર જયારે વધવા લાગે ત્યારે સમગ્ર પાંચનતંત્રને અસર પહોંચાડી શકે તેવી શક્યતાઓ રહેલી છે જેના કારણે તેને વહેલી તકે દુર કરવામાં આવવુ જરૂરી છે. એક સંશોધન પ્રમાણે બાળકોમાં આ પ્રકારની જટીલ સમસ્યાઓના કિસ્સા વૈશ્વિક સ્તરે અંદાજે 50 જેટલા જ જોવા મળ્યા છે.

Leave a Response

error: Content is protected !!