Corona Update

અમદાવાદમાં આ છ વોર્ડને જાહેર કરાયા કન્ટેઇનમેન્ટ, જ્યાં એક પણ છુટછાટ નથી. બાકીના વિસ્તારમાં ખુલશે દુકાનો

4.9Kviews

48માંથી  છ વોર્ડ કન્ટેન્મેઈન્ટ જાહેર, જેમાં એક પણ છુટછાટ નહિ અપાય 

 મધ્ય ઝોનના ચાર  જમાલપુર, દરિયાપુર, ખાડિયા, શાહપુર

દક્ષિણ ઝોનના બે વોર્ડ ભૈરવપુરા, દાણીલીમડા

બાકીના એરિયામાં અમદાવાદમાં ખુલી શકાશે..

બાકીની દુકાનમાં જો અમલીકરણમાં ઉણપ જણાશે તો તેને આપેલી છુટછાટ રદ્દ કરવામાં આવશે.

દુકાનમાં ફરજીયાત માસ્ક પહેરવું, સેનેટાઈઝર રાખવું, સોશિયલ ડિસટન્સ રાખવું  

 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ 6 વોર્ડમાં દુકાનો ખુલી શકશે નહીં.  બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કેન્દ્રના જાહેરનામા બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણય પર અમદાવાદ શહેર અને કેન્ટેન્ટમેન્ટ ઝોન બાબતે જણાવ્યું હતું.

ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા અપીલ

વિજય નહેરાએ આજે ફેસબુક પર લાઈવમાં રમઝાનની મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે આપેલા સહકાર બદલ આભાર માનીને રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. અમદાવાદ કોરોનાના ડબલિંગ રેટ મામલે જણાવ્યું હતું કે, આપણી બધાની મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આવનાર સમયમાં ડબલિંગ રેટ વધે કે ઘટે તે કહેવું અશક્ય છે.

ટેસ્ટિંગમાં અમદાવાદ સૌથી આગળ 

અમદાવાદની હાલની સ્થિતિ  1595 ટોટલ એક્ટિવ કેસ છે જેમાં  33 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં કુલ  20801 ટેસ્ટિંગ થયા છે.   અમદાવાદમાં  ટેસ્ટિંગ સરેરાશ એક મિલીયન પર  3300થી વધુ છે  જે તમામ રાજ્યો કરતા વધુ છે અને દિલ્હી કરતા ત્રણ ગણા છે

Leave a Response

error: Content is protected !!