Corona Update

અમદાવાદ મોડેલ : IAS રાજીવ ગુપ્તા અને IAS મુકેશકુમારની સ્ટ્રેટેજી કામ કરી ગઈ

1.32Kviews
  • કોરોનાને કંટ્રોલમાં રાખવા સિનિયર IAS રાજીવ ગુપ્તા અને IAS મુકેશકુમારની સ્ટ્રેટેજી કામ કરી ગઈ
  • અમદાવાદ મોડેલ અસરકાર રહ્યુ
  • છેલ્લા બે મહિનામાં કેસની સંખ્યામાં 48 ટકાનો મૃત્યુદરમાં 65 ટકાનો ઘટાડો નોંધાયો

આજથી બે મહિના પહેલા 6 મેના દિવસે સિનિયર IAS રાજીવ ગુપ્તા અને IAS મુકેશકુમારને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી હતી. દળદડાળ નિર્ણયો અને અસરકારક નેતૃત્વના કારણે આજે અમદાવાદનું જન જીવન સામાન્ય થયું છે.

એક સમયનું હોટસ્પોટ અમદાવાદ આજે કોરોનાને હરાવવામાં સફળ થઈ રહ્યુ છે. અમદાવાદ એ ન માત્ર ગુજરાત પણ દેશભરનું કોરોના મોડેલ બનીને ઉભરી રહ્યુ છે. આ કેટલાક નિર્ણયો જેને અમદાવાદને નવું જીવન આપ્યું છે.

  • હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી
  • 120 જેટલા ધન્વંતરી રથ શરૂ કરાયા
  • 104ની સુવિધા વધુ કાર્યક્ષમ બનાવી
  • ર્દીઓને ટોસિલીઝુમેબ જેવી ખર્ચાળ પણ જીવનરક્ષા દવા આપવામા આવી
  • 700 સુપર સ્પ્રેડરને શોધીને અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા બચાવ્યો
  • અમદાવાદમાં એક અઠવાડિયું સંપુર્ણ લોકડાઉન જાહેર કરાયું અને હોટસ્પોટ ઝોન ક્વોરન્ટાઈન કરાયા
  • સંજીવની રથ શરૂ કરાયા જે ઘરે ઘરે જઈને કોરોના સારવાર કરે છે

ACS ગુપ્તા દ્વારા અમદાવાદ માટે દસ દળદાળ નિર્ણય લેવાયા

  • 48 કલાકમાં જો ખાનગી દવાખાના નહિ ખુલે તો તેના લાઈસન્સ રદ્દ થશે
  • જે ડોક્ટર ડ્યુટી પર નથી તેઓએ પણ કોવિડ કેર સેન્ટરમાં ફરજીયાત આવવું પડશે. પેન્ડેમિક કાયદા અનુસાર ડોક્ટરે આવી પરિસ્થિચતિમાં સેવા આપવી ફરજીયાત બને છે.
  • જે ડોક્ટર ક્લિનીકમાંં કે દવાખાનામાં નથી તેઓએ ઘરમાં રહેલા કોવિડના દર્દીઓની સારવાર કરવી પડશે. આ માટે સરકાર ગાઈડલાઈન આપશે.
  • દરેક વોર્ડ વાઈસ કામગીરી શરૂ થશે, દરેક વોર્ડમાંથી  3 star  હોસ્પિટલને શોધીને કોવિડ કેર સેન્ટર તરીકે નોંધણી.
  • દરેક ઝોનમાંથી 500 બેડ વાળી ખાનગી હોસ્પિટલ કોરોના ઈલાજ માટે ફરજીયાત રખાશે
  • દરેક પ્રકારના ફેરિયા અને હોમ ડિલીવરી સર્વિસ સાત દિવસ સુધી સજ્જડ બંધ રહેશે
  • રેેડ ઝોનમાં એટીએમ સિવાય બેંક પણ સાત દિવસ સુઘી બંધ રહેશે
  • દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરાશે
  • વધુ 9 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ 1000 બેડ સાથે જાહેર
  • APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ મોકૂફ, રાજ્યના અન્ય સ્થળોએ વિતરણ થશે
  • અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત
  • સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમીઓપેથીક દવાઓ NGOની મદદથી વહેંચાશે

ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!