Corona Update

વાહ..! હવે અમદાવાદના કોરોના વોરિયર્સને કોરોન્ટાઇન થવાની જરૂર પડી તો 5 સ્ટાર હોટલમાં રખાશે,

659views
  • અમદાવાદના કોરોના વોરિયર્સ માટે સરકાર ખાસ કકરી વ્યવસ્થા 
  • જો ક્વોરન્ટાઈન થવાની જરૂર પડશે તો ખાસ 3,4 અને 5 સ્ટાર હોટલમાં રખાશે 
  • કોરોના વોરિયર્સનો મનોબળ વધે તે માટે સરકારનો સુગમ નિર્ણય  
  • આ તમામ ખર્ચ અમદાવાદ મનપા ચુકવશે

 

કોરોનાના ખતરા વચ્ચે ફ્રન્ટ લાઇન કામ કરી પેરા મેડિકલ સ્ટાફ, નર્સ, હેલ્થ વર્કર, પોલીસ જવાનો અને સફાઈ કર્મી સહિતના કર્મચારીઓ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જ્યારે પણ ફ્રન્ટ લાઇન કામ કરતા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવશે તો તેમને હોમ બેઝ શ્રેષ્ઠ સારવાર અપાશે તેમજ જો તેઓ હોમ બેઝ સારવાર લઇ શકે તેમ નહીં હોય તો 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે જેનો ખર્ચ તંત્ર દ્વાર ઉઠાવવામાં આવશે તેમ વિજય નહેરાએ જણાવ્યું છે.

અમદાવાદના પોઝિટિવ આંકડા પર એક નજર

  • અત્યાર સુધી 29,324 કુલ ટેસ્ટ થયા
  • 4887 ટેસ્ટ પર મિલિયન
  • કુલ 500થી વધુ  ડિસ્ચાર્જ થયા
  • 24 કલાકમાં 70થી વધુ ડિસ્ચાર્જ

 

 

Leave a Response

error: Content is protected !!