જાણવા જેવુ

‘બેટી પઢાવો, બેટી બચાવો’ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અમદાવાદ જીલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

87views

‘બેટી પઢાવો, બેટી બચાવો’ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટિવીટીઝ માટે કેન્દ્ર સરકારે અમદાવાદ જીલ્લાની પસંદગી કરી છે.કલેકટર ડો.વિક્રમ પાંડેના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં ‘બેટી પઢાવો, બેટી બચાવો’અભિયાનમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.આ સન્માન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આપવામાં આવ્યું હતું.આ સમારોહનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ જીલ્લા અને રાજ્યને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જીલ્લામાં ‘બેટી પઢાવો, બેટી બચાવો’અભિયાનમાં અસરકારક કામગીરી જીલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી કરવામાં આવી હતી.દીકરીને ભણવા માટે તેમજ બચવા માટે શેરી નાટકો ,માતાપિતાને પ્રેરિત કરવા શહેરી વિસ્તારોમાં 48, BRTS સ્ટોપ પર 400 બોર્ડ તથા 600થી વધુ બેનર્સથી આ અભિયાનને વેગવંતુ બનાવાયું હતું. આ કાર્યક્રમમાં ‘બેટી પઢાવો, બેટી બચાવો’ના નોડલ અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તથા મહિલા અને બાળ કલ્યાણની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી સન્માનમાં સહભાગી બન્યા હતા.

Leave a Response

error: Content is protected !!