Corona Update

અમદાવાદીઓ ચિંતા ના કરશો, સંક્રમણને અટકાવવા કરવા અત્યારે પોઝિટિવ આંકડો વધે તે પણ પોઝિટિવ.. જાણો કેવી રીતે

905views
  • અમદાવાદમાં આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 હેલ્થકર્મીઓ ફિલ્ડમાં છે
  • અમદાવાદમાં હજુ 100 થી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે: AMC મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા
  • ગઈ કાલથી આજ સુધીમાં આશરે ડોઢ લાખ લોકોનો સર્વે કરાયો
  • મોબાઈલ વાન દ્વારા ઘરે ઘરે જઈને ટેસ્ટિંગ કરાયુ
  • અનેક સંક્રમિત વિસ્તાર કલસ્ટર કરીને છુપાયેલા લોકોને શોધી કઢાયા

અમદાવાદ સહિત ગુજરાત અત્યારે મુંઝવણમાં મુકાયું છે કે આખરે એક જ રાતમાં આટલા કેસ આવ્યા કેવી રીતે ?  આખરે સરકારથી ભુલ થઈ છે ? તો જવાબ છે ના. આ સંક્રમણની ચેઈન તોડવા માટે જરૂરી છે કે એકસાથે બધા જ લોકોને મળી જાય.

વધુ ટેસ્ટિંગ થતા વધુ લોકો મળ્યા, છુપાયેલા લોકો પણ મળી આવ્યા

જુના અમદાવાદમાં પહેલાથી જ તબલીઘ જમાતના કારણે ફેલાઈ ગયો હતો. આ કિસ્સામાં ખુણે ખુણે છુપાયેલા લોકોને શોધીને તે લોકો જેમને મળ્યા હતા તેમને શોધવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન કરી રહી છે. જેનાં પગલે પોલીસ ફોર્સની મદદ લઈને લોકોને શોધાયા. સારા સમાચાર એ છે કે છુપાયેલા લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.

આજે પણ માત્ર દાણીલીમડા, ઘોડાસર અને આસ્ટોડિયામાંથી નવા કેસ આવ્યા છે. જો સંક્રમણને રોકવું હોય તો આ એરિયામાં લોકોએ સંપુર્ણ બહાર જવાનું બંધ કરવું જોઈએ.

અહિં સમજવાનું એ છે કે અમદાવાદમાં જો લોકો સરકારને સાથ આપે તો રાતોરાત સંક્રમણ અટકાવી શકાય છે. સરકાર, પોલીસ અને કોર્પોરેશન રોજ એક જ વાત કહે છે કે લોકોનો સાથ અપેક્ષિત છે.

આમ છતા નેગેટિવ થવાની જરૂર નથી. પોઝિટિવ આંકડો વધી જવાનો મતલબ છે કે કોરોનાની ચેઈન તોડવામાં આપણે ખુબ નજીક છે. હજુ પણ આગામી બે ત્રણ દિવસમાં પોઝિટિવ આંકડો વધશે. જરૂર એ છે કે આ દિવસોમાં લોકો બહાર જવાનું ટાળે તો જ સરકાર સફળ થશે.

Leave a Response

error: Content is protected !!