રાજનીતિ

અમદાવાદ 2009 લઠ્ઠાકાંડ: રથયાત્રાને કારણે ટળ્યો લઠ્ઠાકાંડનો ચુકાદો, કોર્ટ 6 જુલાઈએ ચુકાદો આપશે

131views

અમદાવાદના ઓઢવમાં 2009 લઠ્ઠાકાંડના કેસનો ચુકાદો સેસન્સ કોર્ટમાં ટળ્યો છે. રથયાત્રા હોવાથી કેદીઓનો જાપ્તો ન મળતા હવે આગામી 6 જૂલાઇએ કોર્ટ ચુકાદો સંભળાવશે. આ કેસમાં 33થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચુકી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 9 જૂનના રોજ લઠ્ઠાકાંડની શરૂઆત થઈ હતી. તેના ત્રણ દિવસ સુધી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને લઠ્ઠાકાંડના કારણે 200 લોકોને શારીરિક નુકશાન થયું હતું. આ કેસમાં 33 થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવાની હતી. કેસમાં બંને પક્ષો વચ્ચે સુનવણી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આજે સેશન્સ જજ ડીપી મહિડા ચુકાદો આપવાના છે.

આ ચુકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં. જેમાં વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 મહિલાઓને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આથી આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે અને આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. આ કેસમાં દરેક ગુના માટે અલગ અલગ સજા થવી જોઈએ.

Leave a Response

error: Content is protected !!