રાજનીતિ

ભગવાન જગન્નાથની 142મી જળયાત્રા સંપન્ન, નિતીન પટેલે સાબરમતીના કિનારે કર્યું ગંગાપૂજન

127views

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજે નિકળે છે. પરંતુ રથયાત્રાના પૂર્વે જળયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપે છે. રથયાત્રામાં જળનો અભિષેક થાય છે. અને મંત્રોથી જળપૂજા કરાય છે. જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતીનું પવિત્ર જળ 108 કળશમાં ભરી નિજમંદિર પરત ફરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ ગંગાપૂજન કર્યું હતું.

ભગવાન જગન્નાથનો જળ અભિષેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા.

તેમજ ભગવાન જગન્નાથ પર પહેલા જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં દહીંથી, કેસરના પાણીથી, ત્યાર બાદ મધથી, બાદમાં ખાંડથી, તેના બાદ ગુલાબ જળથી અને અંતે વિવિધ સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરાયો હતો.

જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરાશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળ અભિષેક કરવામાં આવે છે.

એક રીતે આ વિધિ દ્વારા રથયાત્રા પર્વનો શુભારંભ થઈ જાય છે. જે ઘડામાં જળભરીને લાવવામાં આવે છે તેની સાફસફાઇ કરવામાં આવે છે. 108 ઘડામાં જળ ભરીને જગન્નાથજીને અભિષેક કરવામાં આવે છે. 108 ઘડાઓ ગાડામાં મૂકીને લાવવામાં આવે છે.

જળયાત્રા બાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જેના માટે સવારથી જ પ્રસાદી બનાવવાની શરૂઆત કરાય છે. જગન્નાથ મંદિરમાં ભક્તો અને સાધુ સંતો માટે આજે ભંડારામાં પુરી-શાક, માલપુવા અને ભજીયા અને ગાઠીયાનો બાસુંદીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે.આ જળયાત્રામાં 108 કળશની સાથે ગજરાજ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જળયાત્રામાં 18 ગજરાજ પણ જોડાવાના છે. આ માટે તમામ ગજરાજોને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ જળયાત્રાનું નેતૃત્વ પણ ગજરાજ કરે છે.

જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યું હતું. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!