Corona Updateરાજનીતિ

અમદાવાદમાં અનોખો સોશિયલ ડિસ્ટન્સ સાથે મેંગો ફેસ્ટિવલ શરૂ..સ્કેનિંગ કરીને ખરીદો કેરી

2.57Kviews

અમદાવાદના Gmdc ગ્રાઉન્ડ પર આજથી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. Amc અને રાજ્યના સહકાર વિભાગ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યું છે. રાજ્યના કેરીના વેપારીઓ 100 સ્ટોલ મારફતે અમદાવાદીઓને કેરીઓનું વેચાણ કરશે. અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે સવારે ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું. આ ફેસ્ટિવલમાં આજથી લઇને 15 દિવસ કેરીઓનું ચાલશે.. મેંગો માર્કેટનો સમય સવારે 8 થી સાંજે 4 કલાક સુધીનો જ છે.

  • મેન્ગો ફેસ્ટિવલમાં લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. બે સ્ટોલ વચ્ચે અંતર રાખીને સ્ટોલ ઉભા કરાયા છે. 
  • એક સ્ટોલમાં એક જ વેપારી અને ગ્રાહકને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. 
  • ફેસ્ટિવલમાં ગ્રાહકોની ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગ્રીલ લગાડવામાં આવી છે. 
  • ફેસ્ટિવલ પહેલા તમામ ખેડૂત અને કેરીના વેપારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે.
  • મેંગો માર્કેટમાં પ્રવેશ કરનાર તમામ ગ્રાહકનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે.
  • તેમજ સેનેટાઇઝરથી હેન્ડ વોશ કર્યા બાદ માર્કેટમાં ગ્રાહકોને પ્રવેશ અપાય છે

Leave a Response

error: Content is protected !!