Corona Update

શાકભાજી-કરિયાણાવાળાના 700 પોઝિટિવ કેસ, માસ્ટર માઈન્ડ રાજીવ ગુપ્તાના નિર્ણયને સલામ છે

11.4Kviews
  • જો અમદાવાદમાં કડક લોકડાઉન ના હોત તો આજે  અમદાવાદનું શું થાત 
  • સાત દિવસના કડક લોકડાઉનમાં રાજીવ ગુપ્તા અને કોર્પોરેશનની ટિમ દ્વારા 700 સુપર સપ્રેડરને રોકાયા
  • જો સંપુર્ણ લોકનાન ના હોત તો અમદાવાદની હાલત વુહાન અને ઈટલી જેવી થઈ જાત

શહેરમાં આજથી ફરી શાકભાજી અને ફળ તેમજ કરીયાણાની દુકાનો શરૂ થઈ ગઈ છે. કોરોના વાઇરસને કાબૂમાં કરવા  અમદાવાદમાં મુકવામાં આવેલા ખાસ અધિકારી ડૉ. રાજીવ ગુપ્તાએ આજે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે આજથી અમદાવાદની સ્થિતિ સામાન્ય બની છે અને આગામી બે ત્રણ દિવસો વધુ સામાન્ય થઈ જશે. આજથી ફળ, શાકભાજી અને કરીયાણાની દુકાનો ખુલી છે. છેલ્લા અઠવાડિયામાં શહેરમાં 33500 જેટલા સુપર સ્પ્રેડરોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાં 12500 જેટલા સુપર સ્પ્રેડરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 700 જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ફેરિયા કે દુકાનકારનું હેલ્થકાર્ડ ચેક કર્યાં બાદ જ ખરીદી કરવી

તેમણે આગળ કહ્યું કે નાગરિકોને વિનંતિ છે કે જેની પાસે હેલ્થ કાર્ડ હોય તે ચેક કરો. જેની પાસે હોય તે જ ફેરિયાઓ અને વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. 14 દિવસ બાદ આ સુપર સ્પ્રેડરના ફરીથી સ્ક્રિનિંગ કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!