રાજનીતિ

અમદાવાદમાં ફેસબુક પર દેવી-દેવતાઓના ફોટોનું અપમાન, પોલિસે 8 લોકો સામે ગુનો નોંધ્યો

838views

સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી ન દુભાય અને વર્ગ વિગ્રહ ન સર્જાય તે માટે સાયબર ક્રાઇમની ટીમ સતત આ પ્રકારની પોસ્ટ પર વોચ રાખતી હોય છે. અને આવી જ પોસ્ટ ફેસબુક પર મળી આવતાં આઠેક જેટલાં ફેસબુક આઈડી ધારક સામે સાયબર ક્રાઇમમાં આઇપીસી અને આઇટી એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ પોસ્ટમાં ભગવાન શ્રી રામ, કૃષ્ણ અને સીતા માતા પર બીભત્સ લખાણ લખાયા છે.

સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઇ હર્ષિલ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના સમયમાં ધર્મને લગતી જ વિવાદિત પોસ્ટ અને લખાણ સાયબર ક્રાઈમને ધ્યાને આવ્યું હતું. જે અંગે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ કરતાં જગદીશ ગોસ્વામી નામના ફેસબુક આઈડી પર એક પોસ્ટ મુકાઈ હતી. જેમાં હિન્દૂ દેવી દેવતાઓના બીભત્સ ફોટો મુકવામાં આવ્યા હતા. ઉપરાંત Md ali નામના આઈડી પરથી પણ શ્રીરામ વિશે બીભત્સ લખાણ લખ્યું હતું.

આવી એક બે નહીં પણ અનેક વિવાદિત પોસ્ટ પોલીસને મળી આવી હતી. જેમાં બીભત્સ શબ્દો પણ ભગવાન વિશે લખાયા હતા. ફેસબુક આઈડી અને ગ્રુપમાં આ પ્રકારની પોસ્ટ સામે આવતા જ હવે સાયબર ક્રાઇમે કુલ આઠ ફેસબુક આઈડી ધારક સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકોના આઈડીના યુઆરએલ પરથી હવે પોલીસ તપાસ કરશે. ફેસબુક આઈડી પરથી લખાયેલી આ પ્રકારની પોસ્ટથી ધાર્મિક દુષ્મની ઉભી થાય તે હેતુથી કરાઈ હોવાનું માની રહી છે.

Leave a Response

error: Content is protected !!