રાજનીતિ

અમદાવાદમાં ધોરધમાર વરસાદ ,ચોવીસ કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર

113views

રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં સારો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અમદાવાદમાં ઘોર વાદળો છવાયેલા હતા. ત્યારબાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના જમાલપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, તે સિવાય જમાલપુર, પાલડી, વાસણામાં પણ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય બોપાલ અને ઘૂમા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સાથે એસજી હાઇવેના પ્રહલાદનગર, થલતેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદના પગલે સ્માર્ટસિટીની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓની વચ્ચે સવારથી વરસેલા વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ઑવરફ્લો થઈ ગયું હતું અને લાંબા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. અંકલેશ્વરમાં સાત, ભરૂચમાં પાંચ અને જાંબુઘોડામાં ૪ ઇંચ, વાલિયામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. સુરતના માંગરોળમાં સાંજે છ વાગ્યા સુધીમાં 128 મી.મી. લેખે પાંચ ઈંચ પાણી વરસાવ્યું હતું. ખાસ કરીને દિવસ દરમિયાન પાંચ કલાકના ટૂંકા સમયમાં ચાર ઈંચ વરસાદ વરસતા પચાસ માલધારી પરિવારોને સ્થાનિક રહીશોએ બચાવી લીધા હતા.

સુરત શહેર, બોટાદ, મહુવા, હાંસોટ, ઉમરાળા, અંકલેશ્વર, ધોળકા, આંકલાવ, વિસાવદર, ધંધૂકા, ગઢડા, ચીખલી, લીલીયા, જેશર, તળાજા, જાંબુઘોડા, વાગરા, ઉના, સંખેડા અને ગારીયાધાર મળી કુલ 20 તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય 11 તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધ પાણી પડ્યું હોવાના અહેવાલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6.00 થી 8.00 કલાક દરમિયાન માત્ર બે કલાકના ગાળામાં ડાંગ જિલ્લાના વઘાઇ તાલુકામાં 102 મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, ખેરગામમાં ત્રણ ઇંચ, વડોદરા-વાસદામાં બે ઇંચ અને આંકલાવ, માંગરોળ, ધરમપુર, નવસારી અને કામરેજમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહવાલો છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડના રેલવે સ્ટેશન પર તેમજ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 8.1 ઇંચ, વલસાડમાં 5.5 ઇંચ, પારડીમાં 7.2 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ધરમપુરમાં 3.5 ઇંચ, કપરાડામાં 6.2 ઇંચ ઉમર ગામમાં 5.90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Response

error: Content is protected !!