Corona Update

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ યથાવત, 3 શહેરોમાં 24 એપ્રિલ સુધી કરફ્યુ રહેશે : DGP શિવાનંદ ઝા

383views
  • અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ યથાવત
  • ત્રણેય શહેરમાં 24 એપ્રિલના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશેઃ DGP
  • કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લેવાયો નિર્ણય

રાજ્યમાં  કોરોનાથી કફોડી હાલત

રાજ્યમાં કોરોનાના સવારના 10 વાગ્યા બાદ 93 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો ડિસ્ચાર્જ થયા છે.

Leave a Response

error: Content is protected !!