Corona Update

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે આંકડાનું લિસ્ટ, સૌથી વધુ જમાલપુરમાં કેસ, વાંચો તમારા વિસ્તારમાં કેટલા કેસ ?

11.2Kviews

અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના વિસ્તાર મુજબ આંકડા

(નોંધ : આ ખાલી અમદાવાદ શહેરના જ આંકડા છે, આમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી)

 

અમદાવાદમાં કોરોના કોટ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે. કેસોની સંખ્યાથી જોઈએ તો સરખેજમાં મૃત્યુઆંક વધુ છે. સરખેજમાં કુલ 19 કેસો છે જેની સામે 5 લોકોના મોત નિપજ્યા છે.
નારણપુરામાં 63 કેસ અને 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. પાલડીમાં 61 કેસ અને 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. નવાવાડજમાં 60 કેસ અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ચાંદખેડામાં 56 કેસ અને 2 લોકોના મોત નિપજ્યા છે. વાસણામાં 47 કેસ અને 03 લોકોના મોત નિપજ્યા છે. સાબરમતીમાં 38 કેસ નોંધાયા છે. જ્યાં કોઈનું મૃત્યુ થયું નથી. સ્ટેડિયમ વિસ્તારમાં 30 કેસ નોંધાયા છે અને બે લોકોના મૃત્યુ થયા છે. રાણીપમાં 28 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બોડકદેવમાં 35 કેસ નોંધાયા છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. થલતેજમાં 25 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગોતામાં 46 કેસ નોંધાયા છે અને 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. ચાંદલોડિયામાં 21 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘાટલોડિયામાં 33 કેસ નોંધાયા છે પરંતુ હજુ સુધી કોઈનું મૃત્યુ થયું નથી.
જોધપુરમાં 55 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. વેજલપુરમાં 66 કેસ નોંધાયા છે અને કોઈનું મૃત્યુ થયું નથી. મક્તમપુરામાં 33 કેસ નોંધાયા છે અને બે લોકોના મોત નિપજ્યા છે

Leave a Response

error: Content is protected !!