રાજનીતિ

સમીસાંજે અમદાવાદમાં મેઘ તાંડવ, ભારે પવન સાથે મેઘો મનભરની વરસ્યો અમદાવાદીઓ ખુશખુશાલ

394views

છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં બફારો થઈ રહ્યો છે ત્યારે આજે સમીસાંજે મેઘો મન મુકીને વરસી પડતા સૌ કોઈ આનંદિત થયા છે.

એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વમાં વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને રાહતનો અનુભવ થયો હતો.


પવન સાથે ભારે વરસાદને પગલે એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી પૂઅર થઈ છે, બે ફૂટ આગળ કશું દેખાતું ન હોવાનું વાહનચાલકો કહી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!