Corona Update

એઈમ્સના ડાયરેક્ટરનો અમદાવાદને લઈને મોટો ખુલાસો, અમદાવાદમાં હવે ઘટશે કોરોના પણ…

દિલ્હી એઈમ્સ ડાયરેક્ટર ગુલેરિયા
17.9Kviews

મે-જૂનમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. રોજના 250થી 300 કેસ આવતા હતા. મોતનો આંકડો પણ દરરોજ વધતો જતો હતો. પરંતુ જુલાઈના મધ્ય ભાગમાં કોરોનાના કેસ અને મોતનો આંકડો નીચે આવતો ગયો. કોરોનાનો વિશ્વવ્યાપી સ્ટડી પણ એવું જ કહે છે કે, ઝડપથી વધતા કેસ જો અટકી જાય અથવા નીચે આવવા માંડે તો તેને પિક માનવામાં આવે છે. . એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ કહ્યુ કે હાલ અમદાવાદની સ્થિતિ જોઈને એવું લાગે છે કે અમદાવાદમાં કોરોનાનો ઉત્તરોત્તર ઘટાડો જોવા મળશે પણ ખુબ જ કાળજી રાખવી જરૂરી છે,

  • મે મહિનામાં જ્યાં 38 ટકા રિકવરી હતી તે જુલાઈમાં વધીને 80 ટકા થઈ
  • મે મહિનમાં 17 ટકા મૃત્યુદર હતો જે હવે ઘટીને 4 ટકા જ રહ્યો છે
  • અમદાવાદમાં કોરોનાની પિક આવી ગઈ છે
  • પિક આવ્યા બાદ સાવધાની વિશેષ રાખવાની હોય છે બાકી ફરી ફેલાઈ શકે છે કોરોના

ભાસ્કરના પવનકુમાર સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે જો થોડી પણ લાપરવાહી થાય તો કેસ ફરી વધવા માંડશે. આવું જ અમેરિકામાં થયું હતું. આથી આ સર્વમાં ઘટાડો કે પિક ફરી ન આવે તે માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઈઝિનના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

ત્રણ મહિનાના કેસની સરેરાશ

મેજૂનજુલાઈ
દૈનિક કેસ242.2241.6125.3
દૈનિક મોત17.8616.464.2
રિકવરી38.10%71%80.42%

ચોમાસામાં સાવધાન રહેવાની જરૂર છે
ડો. ગુલેરિયાએ કહ્યું કે- આ આપણા માટે ચિંતાની વાત છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આપણા દેશમાં શરદી અને તાવના કેસ ચોમાસા અને ઠંડીમાં વધી જાય છે. જોકે કોરોના એક નવો વાઈરસ હોવાથી તે અંગે હાલમાં કશું સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. પશ્ચિમના દેશોમાં ઠંડીના દિવસોમાં તે ફરી ખતરનાક સ્વરૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે.

Leave a Response

error: Content is protected !!