જાણવા જેવુ

રેલેવેમાં ખાનગીકરણ એટલે મુસાફરો કરશે ફ્લાઈટ જેવો અનુભવ, 104 રૂટ પર દોડશે 151 ખાનગી ટ્રેન

489views

એપ્રિલ 2023 સુધીમાં દેશમાં 151 પ્રાઇવેટ ટ્રેનો દોડતી જોવા મળશે. ભારતીય રેલવેએ ગુરુવારે તેની જાહેરાત કરી હતી. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે જણાવ્યું કે, અત્યારે 28,00થી વધુ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો દોડી રહી છે. આમાંથી 5% ટ્રેનો પ્રાઇવેટ કંપનીઓને ચલાવવા માટે આપવામાં આવી રહી છે. આ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPE) મોડેલ હેઠળ રહેશે. બાકીની 95% ટ્રેનો રેલવે તરફથી ચલાવવામાં આવશે.

  • આ પ્રાઇવેટ ટ્રેનો 109 રૂટ ઉપર દોડશે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હશે.
  • તેમાંની મોટાભાગની આધુનિક ટ્રેનો ભારતમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત બનાવવામાં આવશે.
  • તેને ચલાવનારી પ્રાઇવેટ કંપની જ તેના મેન્ટેનન્સ, ખરીદી અને ટ્રાન્સપોર્ટેશન માટે જવાબદાર રહેશે.
  • ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
  • આની સાથે મુસાફરો ઓછા સમયમાં તેમના ડેસ્ટિનેશન પર પહોંચી શકશે.
  • રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનો ચલાવતા પ્રાઇવેટ યૂનિટ, વાસ્તવિક વપરાશના આધારે ભારતીય રેલવેને અન્ય ખર્ચ અને વીજળી ખર્ચ ચૂકવશે.
  • રેલવેએ કહ્યું કે, આ ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવેના પાઇલટ અને ગાર્ડ કરશે
  • રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોને આ ટ્રેનોમાં એરલાઇન જેવી સેવાઓ મળશે.
  • પ્રાઇવેટ યૂનિટ્સ પ્રાઇવેટ ટ્રેનોના ભાડા નક્કી કરવા ઉપરાંત, કેટરિંગ, સેનિટેશન અને બેડ પૂરા પાડશે.
  • સારી સુવિધાઓને કારણે આ ટ્રેનોની ટિકિટ પણ ફ્લાઇટ જેટલી જ મોંઘી હશે.

શુ થશે ફાયદો ?


આ પહેલનો ઉદ્દેશ મોડર્ન ટેકનોલોજી લાવવાનો છે, જેનાથી મેન્ટેનન્સની જવાબદારી ઓછી થશે. તેનાથી ટ્રાન્ઝિટ ટાઇમ પણ ઘટશે. રોજગારની નવી તકો મળશે, સલામતીનો આત્મવિશ્વાસ મજબૂત થશે અને મુસાફરો વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ કરશે. આ પ્રોજેક્ટ માટે છૂટછાટનો સમયગાળો 35 વર્ષનો રહેશે.

Leave a Response

error: Content is protected !!