વિકાસની વાત

પ્રધાનમંત્રી મોદીના ‘જેમ્સ બોન્ડ’નું થયું પ્રમોશન, મળ્યો ખાસ દરરજો

120views

એનડીએની પાછલી સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહી ચૂકેલા અજીત ડોભાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને આવતા પાંચ વર્ષ માટે તેમણે ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદ આપવામાં આવ્યું છે. તેમજ ડોભાલને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષામાં ડોભાલનું યોગદાન જોતા તેમણે કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપ્યો છે. 74 વર્ષના અજીત ડોભાલનું કદ આ સાથે ફરી એક વખત મોટું થયું છે.

ડોભાલને ફરીથી એનએસએનું પદ આપવાથી મોદીની સાથે સાથે નવા ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના કામથી પ્રભાવિત છે. આ પહેલા સોમવારે સવારે દેશના નવા ગૃહમંત્રી અમિત શાહે એનએસએ અજીત ડોભાલ સાથે બેઠક કરીને આંતરિક સુરક્ષાની ભાળ મેળવી. તેમજ આ બેઠકમાં આઈબી ચીફ રાજીવ જૈન, ગૃહ સચિવ રાજીવ ગાવા પણ હાજર હતા.

જો કે તમને જણાવી દઈએ કે ડોભાલની નિયુક્તિ કરવાની સાથે તેમને કેબિનેટનો દરજ્જો પણ આપવામાં આવ્યો હોવાથી હવે એવો પ્રશ્ન ઉભો થયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોભાલ પર જ કેમ આટલો બધો વિશ્વાસ છે? ત્યારે આ પ્રશ્નનો જવાબ અજીત ડોભાલના પાંચ વર્ષના કાર્યકાળથી મળી જાય છે.

જે રીતે તેમને જમ્મુ-કશ્મીરમાં સેનાએ એક પછી એક આંતકવાદીઓનો સફાયો કર્યો હતો તે ડોભાલની કાર્યક્ષમતાનું સૌથી મોટુ ઉદાહરણ છે. તેમજ દેશના ઈતિહાસમાં પહેલી વખત નક્સલવાદનો સફાયો કરવા માટે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં ડોભાલની ભૂમિકા મહત્વની હતી. તેમજ દેશની આંતરિક અને બહારની સુરક્ષા પર કરવામાં આવેલા દરેક હુમલાનો જવાબ ભારતે અજીત ડોભાલના નેતૃત્વમાં આપ્યા છે.

કેરળ કેડરના 1968ની બેચના રિટાયર્ડ આઈપીએસ ઓફિસર અજીત ડોભાલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમજ 1988માં ડોભાલને કિર્તી ચક્ર આપવામાં આવ્યું હતું. અને તેઓ પહેલા એવા આઈપીએસ ઓફિસર છે જેમને કિર્તી ચક્ર આપવામાં આવ્યું હોય. તેમજ દાઉદ ઈબ્રાહિમ સુધી પહોંચવાની યોજના પણ અજીત ડોભાલને આપવામાં આવી હતી.

ત્યારે અજીત ડોભાલના આવા કારનામાઓના કારણે વર્ષ 2014 20મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભારતના સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા અને ત્યારથી દાઉદ સહિત ભારતના દુશ્મોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

Leave a Response

error: Content is protected !!