વિકાસની વાત

રિવરફ્રંંટથી SoU સુધી સી-પ્લેન, જાણો શું હશે ટિકિટ અને કેટલા લોકો કરી શકશે મુસાફરી ?

4.37Kviews

થોડા જ દિવસોમાં અમદાવાદના રિવરફ્રંટ પર એક અનોખું પક્ષી જોવા મળશે.. પણ તે પક્ષી નહિ હોય તો શું પ્લેન હશે ? ના આ હશે સી -પ્લેન. દરેક ગુજરાતીઓનું સ્વપ્ન સી-પ્લેન બન્યું છે. 2017માં નરેન્દ્ર મોદીએ પહેલી વાર રિવરફ્રંટ ખાતે સી-પ્લેન બેસીને કહ્યુ હતુ કે આ પ્રોજેક્ટ જલ્દી જ શરૂ થશે. જુઓ ખુશખબરી આવી ગઈ છે કે 31 ઓક્ટોબરથી અમદાવાદના રિવરફ્રંટથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટિ જઈ શકશો.

હાલ સરકાર ગુજરાતમાં સી-પ્લેન યોજના શરૂ કરવા ત્રણ પ્લેન સિકલેક્ટ કર્યા છે.

  • એક સી-પ્લેનમાં 19 મુસાફરો સવારી કરી શકશે
  • માત્ર 50 મીનિટમાં અમદાવાદથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચી જવાશે
  • રોડ દ્વારા આ રસ્તો ત્રણ કલાકથી વધુનો છે.
  • હાલ કુલ ત્રણ સી-પ્લેન કાર્યરત થશે
  • ઓક્ટોબરથી યોજના શરૂ થઈ જશે.
  • એક વ્યક્તિની ટિકિટની કિમંત 4000 થી 5000 હશે
  • રોજની ચાર ફ્લાઈટ અમદાવાદથી ઉપડશે અને પાછી ફરશે

બે માળની કાચની બિલ્ડિંગમાં અમદાવાદ ખાતે ઓફિસ, ટિકિટ કાઉન્ટર
સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ પણ ઉડાન યોજના હેઠળ આવે છે, ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

કેવડિયામાં જેટીની કેપેસિટી 65 ટન રાખવામાં આવી
નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટી ને તળાવ માં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં જે ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી જે બનવાની છે જે 24 મીટર બાય 9 મીટર ની છે જે જમીન થી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી 65 ટનનો ભાર લઈ શકે છે સાથે તળાવના 3 કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે

Leave a Response

error: Content is protected !!