રાજનીતિ

અમરનાથ યાત્રા આજથી શરુ, બાબાના દર્શને જવા ઉમટ્યા યાત્રાળુ

126views

આજ વહેવી સવાર થી ૪૬ દિવસ ની અમરનાથ ની યાત્રા શરુ થઇ ગઈ છે જેમા ૧.૫ લાખ થી પણ વધારે લોકોએ આ યાત્રા માટે રેજીસ્ટ્રેશન કરાવાઈ ચુક્યા છે. બાલટાલ અને પહેલગામ થી શરુ થયેલી આમરનાથ ની યાત્રા માં ૨૨૩૪ શ્રદ્ધાળુઓ જોડાયા છે, તેમાં ૧૦૫૧ બાલટાલ, ૧૧૮૩ પહેલગામ થી જોડાયા છે. બાલટાલ થી જનારા શ્રદ્ધાળુઓ ૧ જુલાઈ એટલે કે સોમાર ના દિવસે જ ભોલે ના દર્શન કરશે.

યાત્રાના રૂટ પર કડક સુરક્ષા : 

૩દિવસ પહેલા જ આપેલા હઈએલર્ટ ને ધ્યાન માં રાખી, ૬૦,૦૦૦ થી વધારે સુરક્ષા જવાનો તૈનાત છે, સાથે સાથે જ યાત્રાળુ પર નજર “રેડીઓ ફ્રિક્યુએનસી ટેગ” અને “સ્લીપ બારકોડ” થી નજર રાખવામાં આવી રહી છે.

યાત્રાળુ ના શ્રદ્ધાનું કેન્દ્ર એવી બાબા આમરનાથ ની ગુફા અંદાજે ૩૮૮૮ મીટર ની ઊંચાઈ એ આવેલી છે, જ્યાં શ્રદ્ધાળુઓ ઘોડા પર કે પગપાળા જશે અને એમાં ૨ દિવસ જેટલો સમય લાગશે. નવાઈ ની વાત તો એ છે કે, પોલીસ, CRPF જવાનોએ આમરનાથ યાત્રાના શાંતિપૂર્વક સંપન્ન માટે મુસ્લિમ સમુદાય ને પણ ક્રેડિટ આપી છે. દર વખતે આમરનાથ યાત્રા ને શાંતિપૂર્વક સંપન્ન કરવામાં જમ્મુ-કાશમીર ના મુસ્લિમ સમુદાય નો ખુબ મોટો ફાળો હોય છે. રક્ષાબંધન ના દિવસે પુરી થતી આમરનાથ ની યાત્રા માં ભોલેનાથ ને એક જ પ્રાર્થના કરવી રહી કે, “આપની કૃપાદ્રષ્ટિ સૌ શ્રદ્ધાળુ પર રાખે.”

Leave a Response

error: Content is protected !!