રાજનીતિ

અંબાજીમાં નવજાત શિશુનું મોત, પોલિસ દ્વારા બેદરકારી મુદ્દે લેવાશે પગલા

250views

અંબાજીમાં નવજાક શિશુનું પોલીસની બેદરકારીને કારણે પ્રસુતાના ગર્ભમાં જ મૃત્યુ થયુ છે. આ મુદ્દે મહિલા આયોગ સાબદુ થયુ છે. રાજ્ય અને રાષ્ટ્રીય મહિલા આયોગે મુદ્દાની ગંભીર નોંધ લીધી છે. પ્રસુતાના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે જિલ્લા પોલીસ પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે.

શું છે મામલો ?

અંબાજીમાં પોલીસની લાપરવાહીથી નવજાત બાળકીનું પ્રસૂતિ દરમિયાન મોત નીપજ્યું છે. રાધાબેન પીરાજી રબારીને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનો રવિવારે રાત્રે ગાડીમાં અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાંથી પાલનપુર મોકલ્યા હતા. રસ્તામાં અંબાજી ડી. કે. સર્કલ પર પોલીસના કર્મચારી જયેશભાઈ તેમજ ભરતભાઈએ માસ્ક કેમ પહેરેલ નથી એવું કહીને અંબાજી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પ્રસૂતા સાથે હોવા છતાં બિનજરૂરી પ્રશ્ન પૂછીને રોકી રાખ્યા હતા. બાદમાં છૂટા કરતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ ત્યાં દર્દીની હાલત ગંભીર જણાતાં ડોક્ટરે પાટણ-ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલ્યા. જ્યાં શિશુનું ગર્ભમાં જ મોત થયાનું જણાતા સિઝેરિયન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવા પરિવારજનોે ફરી અંબાજી પોલીસ સ્ટેશન આવ્યા હતા. જોકે પોલીસે પણ સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા.

સોર્સ – મિડીયા રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!