Corona Update

અમદાવાદમાં માવો ખાવો મોંઘો પડશે, તમે થુંકશો તો પાનના ગલ્લા વાળાની દસ હજારની પાવતી ફાટશે

1.04Kviews

આજે રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનામાં જાહેરમાં માસ્ક નહીં પહેરો તો અમદાવાદમાં રૂપિયા 500નો દંડ લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ 200 રૂપિયા નિયત કર્યો હતો.

તેવી રીતે જાહેરમાં કોઈ નાગરિક થૂંકશે તો પણ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગલ્લા પાસે ગ્રાહકો થૂંકશે તો મસમોટો દંડ ગલ્લાવાળાને ભોગવવાનો રહેશે. હાલ એએમસી દ્વારા કોઈ પણ નાગરિક પાનના ગલ્લા પાસે થૂંકશે તો પાનના ગલ્લાવાળા પાસેથી રૂપિયા 10,000 રૂપિયા દંડ વસૂલાશે.

Leave a Response

error: Content is protected !!