Corona Update

અરે વાહ..! મહેનત રંગ લાવી…કમિશનર નહેરાએ આપ્યા અમદાવાદને સારા સમાચાર, ઘટ્યુ કોરાનાનું જોર

2.64Kviews
  • છેલ્લા 5 દિવસથી કોરોના કેસમાં ઘટાડો થયો: નેહરા
  • 673 ટીમોએ 4.34 લાખ લોકોનો સર્વે કર્યો: નેહરા
  • અમદાવાદમાં હાલ 2,335 લોકો ક્વોરન્ટાઈન
  • 94,247 ઘરમાં ચેકિંગ કરવામાં આવ્યું

માહિતી મુજબ એએમસી કમિશનર વિજય નેહરાએ કહ્યું કે અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસથી કોરોના કેસમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે અઠવાડિયા પહેલાની સરખામણીએ આજે સ્થિતિમાં ફરક છે. વિજય નેહરાએ કહ્યું કે તંત્રની કામગીરીથી કેસોમાં ઘટાડો થયો છે અને લોકડાઉન અંગે સરકારના નિર્ણયનો અમલ કરાશે તેથી કેસોમાં વધુ ઘટાડો થઈ શકે. એશહેરમાં કોરોનાનો ફેલાવો ઝડપથી રોકવાના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે.

673 ટીમોએ 4.34 લાખ લોકોનો સર્વે કર્યો: નેહરા

  • વિજય નેહરાએ કહ્યું કે નિયમોના પાલનથી સારૂ પરિણામ મળે છે. કોરોનાનો ચેપ ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું કે કોટ વિસ્તારમાં 20,604 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં ટેસ્ટિંગ વૈશ્વિક લેવલે પહોંચ્યું છે. નેહરાએ કહ્યું કે 673 ટીમોએ 4.34 લાખ લોકોનો સર્વે કર્યો છે અને 94,247 ઘરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હાલ 2,335 લોકો ક્વોરન્ટાઈન છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે અમદાવાદમાં નવા 12 કેસ સામે આવ્યા છે.
  • ઉપરાંત તેમણે કહ્યું કે અત્યાર સુધી 6,000 સેમ્પલ લેવાયા છે. તેમણે કહ્યું કે માસ્ક ફરજીયાત કરવાના નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને નિયમ હેઠળ અમદાવાદમાં માસ્ક વગર 21 લોકો દંડાયા છે.

Leave a Response

error: Content is protected !!