Corona Update

AMCએ કર્યો હર્ડ ઈમ્યુનિટીનો વિશ્વનો સૌથી મોટો સર્વે : શું અમદાવાદમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનીટિ વાંચો

8.13Kviews

શહેરના 7 ઝોનની વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી 27 દિવસ આ અભ્યાસ કરાયો હતો. તેમાં સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 17.50ની પોઝિટિવિટી મળી હતી. સામાન્ય રીતે 70થી 80 ટકા હોય ત્યારે હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી. 

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમા 30,054 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
  • 29,800 સીરો સેમ્પલમાં 5263 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. એટલે 17.61 ટકા પોઝિટિવિટી આવી હતી.
  • અમદાવાદમાં સીરો પોઝિટિવિટી સૌથી વધુ મધ્ય ઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42, પૂર્વ ઝોનમાં 23.22 ટકા, દક્ષિણ ઝોનમાં 16.15, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા અને પશ્ચિમ ઝોનમાં 10.05 ટકા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.43 ટકા નોંધાયા હતા.
  • જોકે વ્યક્તિની ઉંમર પ્રમાણે 0 પોઝિટિવિટી 15.49 ટકાથી 22.22 ટકા જેટલી નોંધાઈ હતી. જેમા સૌથી વધુ 90થી 100 વર્ષની ઉંમરમાં 22.22 ટકા અને સૌથી ઓછી 20થી 29 વર્ષના લોકોમાં 15.55 ટકા જણાઈ હતી.
  • AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસરથી લઈ AMC મેટ મેડિકલ કોલેજ, NHL મેડિકલ કોલેજના મળી 10 જેટલા ડોક્ટર તેમજ પ્રોફેસરો દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી ફેલાઈ નથી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં કોઈ હર્ડ ઇમ્યુનિટી ફેલાઈ નથી. ICMRના ચેરમેન ડો. ભાર્ગવ બલરામે જણાવ્યું છે કે, ICMRનો કોઈ સ્ટડી રિપોર્ટ નથી થયો. જેમાં 49 ટકા પોઝિટિવિટી હોય. મે મહિનાની શરૂઆતમાં લોકડાઉનમાં ICMRએ કન્ટેનમેન્ટ ઝોનમાંથી 496 વ્યક્તિઓના નમૂના લેવામાં આવ્યા હતા. જે 70 લાખની વસ્તીમાં નહિવત જેવા છે. 

કોરોના સામે સાવચેતી રાખવા લોકોને આહવાન
કોર્પોરેશનએ જણાવ્યું છે કે, કોરોનાની વેક્સિન ન શોધાય ત્યાં સુધી જાહેરમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને જો લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવો જોઈએ. હવાની અવરજવર માટે ઓફિસમાં બારી-બારણાં ખુલ્લા રાખવા અને ગાઈડલાઇન મુજબ નિયમનો પાલન કરવું જોઈએ.

સોર્સ – દિવ્ય ભાસ્કર

Leave a Response

error: Content is protected !!