Corona Update

અમદાવાદ કોર્પોરેશનનો માસ્ટર પ્લાન,કોરોનાનું સંક્રમણ અટકે એ રીતે ઘર બેઠા મળશે વસ્તુ વાંચી લો આ નિયમો

7.23Kviews

કોરોના ના એપી સેન્ટર બનેલા અમદાવાદ મા ગત સપ્તાહે વિજય નહેરા ક્વોરન્ટાઈન થયા બાદ નવા કમિશ્નર મુકેશ કુમાર તથા કોરોના નુ સંકલન કરી રહેલ આઈએએસ ઓફિસર રાજીવ ગુપ્તાએ આવતા વેંત કોરોના ને કાબુ મા કરવા સુપર સ્પ્રેડર એવા શાકભાજી તથા કરીયાણા ની દુકાનો બંધ કરવાનો તથા આ તમામ લોકોના સ્ક્રીનીંગ એક સપ્તાહ મા કરી તેમને હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય કરાયો હતો.

આ સફળ નિર્ણય સાબિત થયેલ એટલા માટે કહી શકાય કારણકે માત્ર દૂધ અને દવા ની દુકાનો ખુલ્લી હોઈ લોકો ની અવર જવર આશરે 90% જેટલી અટકી ગઈ હતી.

આજ વિષય મા આગળ વધતા આખા અમદાવાદમાં કરીયાણા શાકભાજી ના ડીલરોનુ રોજ ચેકીંગ કરી હેલ્થ કાર્ડ ઈશ્યુ થઈ ગયા હોવાથી આજે આઈએએસ રાજીવ ગુપ્તાએ આજે એક પરીપત્ર જાહેર કરેલ છે જેમા ખુબજ મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

  • ડીમાર્ટ, રીલાયન્સ રીટેઈલ, ઝોમેટો, સ્વીગી જેવી ઓનલાઈન ડીલીવરી કરતી કંપનીઓએ ફરજીયાત તેમના ડીલીવરી સ્ટાફના હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાવવાના રહેશે.
  • ચલણી નોટ ની ડીલીવરી માં હાથ નો ચેપ લાગવાની સંભાવના ના આધારે હવેથી ગ્રાહકે તમામ પેમેન્ટ ડીજીટલ માધ્યમ એટલે કે યુપીઆઈ / ઓનલાઈન બેંકીંગ માધ્યમથી કરવાનુ રહેશે.
  • ઈશ્યુ કરેલા હેલ્થકાર્ડ 7 દિવસ માટે વેલીડ ગણાશે ત્યાર બાદ ફરીથી તપાસ કરાવવાની રહેશે.
  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેનારા સ્ટાફ ના માણસો ડીલીવરી કરી શકશે નહી.
  • ડીલીવરી બોયે ગ્લોવ્ઝ, કેપ, માસ્ક વગેરે પહેરવું ફરજીયાત રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો નુ ફરજીયાત પાલન કરવાનુ રહેશે.
  • માત્ર ઓનલાઈન પેમેન્ટ જ કરી શકાશે.
  • ડીલીવરી બોય ને ફરજીયાત આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

આમ આ પ્રકારના કડક નિયમો ના કારણે સીધો સ્પર્શ ટળતા ચેપ વધવાની સંભાવના ઓછી રહેશે તથા ડીલીવરી બોય ને પણ સુરક્ષા મળશે.

આ ઉપરાંત આના કારણે ડીજીટલ પેમેન્ટ નો ઉપયોગ પણ સારો એવો ચલણ મા આવશે જે મોદી સરકારનું સ્વપ્ન છે અને આ કારણે વ્યવહારોની પારદર્શીતા પણ જળવાઈ રહેશે.

Leave a Response

error: Content is protected !!