Corona Update

કોરોનાનો સફાયો બોલાવવા અમદાવાદ કોર્પોરેશને નવો પ્લાન કર્યો, હોટલ,ધાર્મિક સ્થળ પર ટેસ્ટિંગ શરૂ

3.57Kviews

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સતત પગલા લઈને કોરોના કાબુમાં લેવાઈ રહ્યો છે. લોકોની જાગૃતતા અને કોરોના યોદ્ધા દ્વારા ઘણેખરે અંશે તે શક્યા પણ બન્યુ છે. તો સાથે જ હવે કોર્પોરેશન નવી રણનીતિ બનાવવીને કોરોનાનો સફાયો બોલાવવાનું નક્કી કર્યુ છે.

  • AMC દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય.
  • તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે.
  • AMC દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે.
  • શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે. 

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણે આ વિશે જણાવ્યું કે, અમદાવાદની કેટલીક હોટલોએ કોવિડ કેર સેન્ટર તરીકેની ફરજ બજાવી હતી. અનેક દર્દીઓ ક્વોરેન્ટાઈન માટે આ હોટલોની સુવિધા મેળવી હતી. ત્યારે હવે આ હોટલોના સ્ટાફનું ચેકિંગ કરાઈ રહ્યું છે.

  •  શહેરના ધાર્મિક સ્થળો પર રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યાં છે. ગઈકાલે 564 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 6 કેસ પોઝિટિવ મળ્યા છે. 
  • આજે પણ શહેરભરમાં ટેસ્ટિંગ યથાવત છે. આજે પણ અમદાવાદમાં અનેક મંદિર, મસ્જિદ સહિત અનેક ધાર્મિક સંસ્થાનો પર ટેસ્ટીંગ કરાયા છે.
  • આજે સવારથી પશ્ચિમ ઝોન અને અન્ય ઝોનમાં ટેસ્ટ શરૂ કર્યા છે. શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં આશરે 50 જેટલા સંતો સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
  • કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ સંતોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
  • રાણીપ ગાયત્રી મંદિર, સાબરમતી કૈલાદેવી મંદિર, દેરાસરમાં ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
  • શહેરના સાત ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Response

error: Content is protected !!