Corona Update

કોરોનાનો સંપુર્ણ ખાત્મો કરવા AMCએ લોન્ચ કરી ‘સંજીવની વાન’, ઘર બેઠા કોરોનાની સારવાર મળશે

2.29Kviews
  • એએમસી દ્વારા ‘કોરોના ઘર સેવા: સંજીવની વાન’ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે.
  • નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવશે.
  • જેમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરાશે.
  • એએમસીએ 150 પેરા મેડિકલ સ્ટાફ, 10 ડોક્ટર ફાળવણી, પ્રત્યેક ટીમ 10 દર્દીઓની આરોગ્ય તપાસણી કરશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાંઓની સમીક્ષા કરવા આજે સાબરમતી રિવર ફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઇ.એસ.એસ., તેમજ જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કિમિશનર ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વના મુદ્દા જેવા કે, સંજીવની રથ, 104 રથ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

એમસી દ્વારા ‘કોરોના ઘર સેવા: સંજીવની વાન’ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે. નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવશે.

દર્દીનું બલ્ડ પ્રેશર, ઓક્સિજન લેવેલ તથા શરીરનું તામમાન, નસના ધબકારાનો દર, શ્વાસોશ્વાસનો દર તથા અન્ય રોગ વિશેની જાણકારી મેળવવામાં આવશે. આ ઉપરાંત તેમને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. ત્યારે દરેક ટીમ પાસે તેને લગતા જરૂરી સાધન સામગ્રી જેવા કે, બલ્ડ પ્રેશર માપવાનું મશિન, થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટરપ વગેરે હશે. આ સાથે વિટામીન-સી, વિટામીન-ડી તથા અન્ય જરૂરી દવાઓ પણ હશે.

Leave a Response

error: Content is protected !!