Corona Updateરાજનીતિ

મોટા એકમોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા AMCનો મહત્વનો નિર્ણય, તમામ મોટા એકમોમાં આ બાબતો ફરજીયાત

3.09Kviews

કોરોનાને કાબુમાં લેવા માટે રાજય સરકાર અને AMC અનેક પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઓફિસો અને એકમોમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન થાય અને કોરોના ન ફેલાય તેને ધ્યાનમાં રાખી ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ડેપ્યુટી કમિશનરોની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. 30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર રાખવો પડશે. જેને ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરાવવાની.જવાબદારી રહેશે.

આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે:

  • શહેરના તમામ મોટી ઓફિસોમાં (30થી વધુ કર્મચારીઓ હોય) કોવિડ કો- ઓર્ડીનેટર નિમવાનો રહેશે. જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે
  • સોશિયલ ડિસ્ટનસના પાલન અને SOPના પાલનની જવાબદારી કો-ઓર્ડીનેટરની રહેશે. 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે.
  • ઓફિસમાં SOPનું પાલન કરાવી, માસ્ક પહેરી, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પ્રવેશ આપવાનો રહેશે.
  • ઓફિસમાં કોઈને કોરોનાનાં લક્ષણ જેવા કે શરદી- ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે
  • ઓફિસમાં કોઈ કર્મચારીને પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે.
  • ઓફિસમાં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાંઓ લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.

Leave a Response

error: Content is protected !!