રાજનીતિ

અમદાવાદને લાંછન લગાડતો કિસ્સો.. મોડી રાત્રે પીજીમાં યુવતી સાથે છેડતીની ઘટના.. કોણ જવાબદાર ?

128views

પીજીમાં રહેતી યુવતીનો ચેતવણીરૂપ કિસ્સો 

કોણ જવાબદાર પ્રસાશન  કે પીજીના માલિક ?

આજે સૌ  મહિલાના રૂવાંટા ઉભા થઈ જાય તેવો કિસ્સો બહાર આવ્યો છે. મોડી રાત્રે એક અજાણ્યો સખ્ય પીજીમાં પ્રવેશે છે અને સોફા પર યુવતીને સુતેલી જુએ છે. પહેલા તો આ વિકૃત નરાધમ વિકૃત અડપલાં કરે છે અને પછી હેવાનિયતની હદ વટાવે છે.

શું છે આખી ઘટના ?

આ કિસ્સો સી,જી. રોડ પરના સંસ્કાર પીજીનો છે જ્યાં એક સાથે 19 થી 20 યુવતીઓ રહેતી હતી. 14 તારીખે સંસ્કાર પીજીમાં મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ યુવક B6 ફ્લેટમાં રાત્રે યુવક હોલમાં પ્રવેસ્યો હતો સોફા પર એક યુવતીને  સુતા જોઈ નરાધમ શખ્સે ઘરમાં ઘુસીને યુવતી સાથે અશ્લીલ હરકત કરી હતી. થોડી વાર પછી બીજી યુવતી જાગી જતા યુવક ભાગી ગયો. જો કે યુવતીઓએ આ શખ્સનો પીછો કર્યો પણ  સામે રાધે સોસાયટી બહાર પાર્ક કરેલું બાઇક લઇ ફરાર થયો હતો.

સંસ્કાર પીજીના માલિક સન્નીભાઈના કહેવા મુજબ સમગ્ર ઘટના બહાર આવી છે. જો કે પહેલા પીજીની યુવતીઓ પોલિસ ફરીયાદ લખવા માટે તૈયાર ન હતી જે હવે તૈયાર થઈ છે. પોલિસે આ  વિકૃતની શોધખોળ શરૂ કરી છે. આવા સમાજના નરાધમોને સખ્તમાં સખ્ત સજા થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે.

કેવી રીતે અપરાધી પ્રવેશ્યો અંદર ?

સવાલ અહિં એ ઉભા થાય છે કે અપરાધી કેવી રીતે ઘરની અંદર પ્રવેશ્યો.. પીજીમાં એકસાથે 19 યુવતીઓ રહેતી હતી આથી અવર જવર રાત્રે પણ ચાલુ હોય. પીજીનો દરવાજો આ કારણોસર અટકાવીને રાખ્યો હોય છે. ધક્કો લગાવવાથી દરવાજો સરળાતી ખુલી શકે છે. પણ આ અજાણ્યો યુવક ફ્લેટમાં પ્રવેશે તે પહેલા એન્ટ્રી કેમ ન કરવામાં આવી  ?  એન્ટ્રી બુકમાં સહી વગર યુવકને કોણે અંદર જવાની પરવાનગી આપી ?

આખરે આ ઘટનમાં કોણ જવાબદાર છે. પ્રાથમિક તપાસમાં વિકૃતિ કરનાર અપરાધી ડિલીવરી બોય હોવાનું સામે આવ્યું છે.  પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે આમ છતા આવી શર્મશાર ઘટના બની.  તો મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. લોકો પીજી બંધ કરવાનું કહે છે પણ શું પીજી બંધ કરવાથી સમાજના દુષણો ઘટી જશે ??

Leave a Response

error: Content is protected !!