રાજનીતિ

ભારતના દોસ્ત ટ્રમ્પે પણ ચીન સામે બાંયો ચડાવી, અમેરિકા કરી નાખશે ચીની એપ્સ બંધ..

295views

અમેરિકી સાંસદો તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટિકટોક સહિત અન્ય ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધની અપીલ બાદ વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું છે કે, આ મામલે થોડા જ અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવશે.

વ્હાઈટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યું કે, અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ અંગે વિચાર કરી રહ્યા છે. અમેરિકાના પ્રભાવશાળી 24 રિપબ્લિકન સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બુધવારે ટિકટોક અને અન્ય ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો અનુરોધ કરતા કહ્યું કે, ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરવાનો અસાધારણ નિર્ણય કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકા ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકીએ છીએ.

Leave a Response

error: Content is protected !!