રાજનીતિ

‘મોદી હૈ તો મુમકિન હૈ’, અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયો એ PM મોદીના કર્યા વખાણ

148views

24 જૂને અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવશે. જો કે તેમણે આ પહેલાં ભાજપની ચૂંટણી સ્લોગન મોદી હૈ તો મુમકિન હૈ નો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર પ્રસાદના વખાણ કર્યા હતા. બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે યોજાયેલી વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું કે, મોદી બંને દેશોના સંબંધો કેવી રીતે મજબૂત બનાવે છે તે હું જોવા માગું છું. તેમજ તેઓ પોતાના સમકક્ષ જયશંકરને મળવા માટે ઘણા ઉત્સાહિત છે. તેઓ એક મજબૂત સાથી છે. જો કે તમને જણાવી દઈએ કે, પોમ્પિયોની પહેલી ભારત મુલાકાત 28 અને 29 જૂને જી-20 સમિટ પહેલા થશે. આ દરમિયાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આગળ જણાવતા પોમ્પિયોએ કહ્યું કે, અમે ભારતની નવી સરકાર સાથે ચર્ચા ચાલુ રાખીશું. ચૂંટણીમાં મોદીએ કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ. તેથી હવે જોવાનું છે કે તેઓ વિશ્વના દેશો સાથેના સંબંધો અને ભારતની પ્રજાને કરેલા વાયદાને કેવી રીતે સફળ બનાવે છે. અમને અપેક્ષા છે કે, તેઓ અમેરિકા સાથેના સંબંધો વધારે મજબૂત બનાવશે. જો કે આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ પ્રશાસનના મહત્વના એજન્ડો વિશે ખાસ વાતચીત થશે.

તે સિવાય તેમણે કહ્યું કે, ભારતના ચૂંટણી પરિણામથી મને આશ્ચર્ય નથી થયું. પરંતુ મને ખબર હતી કે મોદી નવી પદ્ધતિસરના નેતા છે. તેમજ એક જ રાજ્યને મોદીએ 13 વર્ષ આપ્યા છે. એક ચા વાળાનો દીકરો અને ગરીબથી ગરીબ વ્યક્તિનો વિકાસ તેમની પ્રાથમિકતા છે. તેમણે ભારતના કરોડો ઘરમાં વીજળી અને ગેસ પહોંચાડવાનું કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે ટકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ટ્રમ્પે ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે જીએસપી હેઠળ ભારત જે પ્રોડક્ટ અમેરિકાને મોકલે છે તેના પર કોઈ આયાત વેરો લાગતો નથી. જો કે, અમેરિકાનો આરોપ છે કે, અમેરિકાની પ્રોડક્ટ પર ભારત વધારે આયાત વેરો વસૂલે છે. જેના કારણે તેમણે નુકશાન થાય છે. તે સિવાય ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાને કારણે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. ભારત પર અમેરિકાએ પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી. જ્યારે અત્યારે ઈરાન અને વેનેઝુએલાથી તેલ આયાત પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે.

Leave a Response

error: Content is protected !!