રાજનીતિ

પહેલી વર્ચુઅલ રેલીમાં અમિત શાહે કહ્યુ, “કાશ્મીર હવે આપણું થયું”, વાંચો અમિત શાહની 10 મોટી વાતો

401views
  • અમિત શાહે કહ્યું- ‘જહા હુએ બલિદાન મુખર્જી, વહ કશ્મીર હમારા હૈ’ આ ફક્ત એક સૂત્ર નથી તેને મોદીજીએ સાચુ કરી બતાવ્યું
  • મોદી સરકારે નાગરિક કાયદો (CAA) લાવી કરોડો શરણાર્થીઓની પીડાનો અંત લાવવા અને તેમને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કર્યું
  • વિશ્વએ સ્વીકાર્યું છે અમેરિકા અને ઈઝરાયલ બાદ કોઈ દેશ તેની સીમાનું રક્ષણ કરી શકે છે તો તે ભારત છે
  • આજે કોરોના વાઈરસની મહામારીમાં પ્રધાનમંત્રી મોદીએ જે કહ્યું છે તે દેશવાસીઓએ કર્યું છે
  • RJDનું કહેવું છે કે ભાજપ વર્ચુઅલ રેલીથી એક્ચ્યુઅલ સચ્ચાઈ છૂપાવવા માગે છે

 

નરેન્દ્ર મોદીએ સરકારે છેલ્લા છ વર્ષમાં દેશની વર્ષો જૂની સમસ્યા ઉકેલવા કામ કર્યું
વીડિયો કોન્ફરન્સિંગ મારફતે શાહે કહ્યું કે મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં અનેક એવા કાર્યો કર્યા છે કે દેશમાં લાબા સમયથી વણઉકેલાયેલા હતા. આ પ્રશ્નો પાછળ વોટ બેન્કનું રાજકારણ હતું માટે તેને સ્પર્શ કરવાની કોઈ હિમ્મત કરતું ન હતું. આજે આવાસ, વીજળી, બેન્ક ખાતા, સ્વાસ્થ્ય સેવા, ગેસ સિલિન્ડર, શૌચાલય વગેરે મોદી સરકાર વર્ષ 2014-19ના પ્રથમ કાર્યકાળમાં જ આપી ચુકી છે. વર્ષ 2019માં મોદી સરકારે જળ શક્તિ વિભાગની રચના કરી દેશના કરોડો લોકોના ઘરોમાં શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના પર કામ શરૂ કર્યું છેે.

વિશ્વએ સ્વીકાર્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ બાદ કોઈ દેશ તેની સીમાઓનું રક્ષણ કરી શકે છે તો તે ભારત છે. એવી અનેક પ્રશ્નો હતા જેને 70 વર્ષથી કોઈ સ્પર્ષ કરતું ન હતું. 5 ઓગસ્ટના રોજ કલમ-370 અને 35Aનો અંત લાવી કાશ્મીરને હંમેશને માટે ભારત સાથે જોડવાનું કામ કર્યું

વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા કહેતા હતા કે ખેડૂતોના દેવા માફ કરો. 10 વર્ષ તેમની સરકાર રહી હતી, તો તેઓ દાવો કરે છે કે આશરે 3 કરોડ ખેડૂતના 60 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કરવામાં આવ્યું. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિના માધ્યમથી 9.5 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 72,000 કરોડ રૂપિયા પ્રત્યેક વર્ષ આપવાની વ્યવસ્થા કરી છે.

મુશ્કેલ ઘડીમાં પ્રધાનમંત્રીએ દેશને એકજૂટ કર્યો
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકારે કોરોનાના મુશ્કેલ સમયમાં દેશને એક સાથે જોડી દીધો. કોઈ એવો નેતા નથી જોયા કે જેમની અપીલ પર લોકો પોલિસ વગર ઘરમાં બેસી ગયા હોય. થાળી વગાડી, દિવો પ્રગટાવી, આકાશમાંથી પુષ્પ વર્ષા વગેરે પ્રધાનમંત્રીના આહવાન પર કરવામાં આવ્યું. આ તમામ દેશને મુશ્કેલ ઘડીમાં એકજૂટ રાખવાના ઉદ્દેશથી હતું. આજે કોરોના સામે દેશની 130 કરોડ પ્રજા એક થઈ લડાઈ લડી રહી છે.

પ્રવાસી શ્રમિકોના મુદ્દે વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે
બિહારના લોકોને કેટલાક લોકોએ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. પ્રવાસી શ્રમિકો અને પ્રજા પોતાને તેનાથી દૂર રાખે. દેશના વિકાસની કહાની બિહારના પ્રવાસી શ્રમિકોના પરસેવાથી છે.મોદીજીએ પ્રવાસી શ્રમિકો માટે ઘણુબધુ કામ કર્યું છે.

બિહારમાં સૌથી પહેલા લોકતંત્ર આવ્યું
કરોડો કોરોના વોરિયર્સને સમર્પણ અને સેવા માટે ધન્યવાદ કરવા માંગુ છું. બિહારની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે NDAને બીજી વખત જનાદેશ આપ્યો. બિહાર જ છે કે જ્યાં વિશ્વમાં સૌ પ્રથમ વખત લોકશાહીનો અનુભવ થયો હતો. ભારતની લોકશાહી વ્યવસ્થા જ્યારે પણ મુશ્કેલીમાં આવે છે ત્યારે આ ઘરતી પરથી જ બ્યુગલ ફૂંકાય છે. જય પ્રકાશ નારાયણ, જગજીવન રામના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. બુદ્ધ, મહાવીર, ચંદ્રગુપ્ત અને ચાણક્યની આ ભૂમિએ હંમેશા નૈતૃત્વ કર્યું છે.

બિહારે વંશવાદ અને જાતિવાદની લડાઈ લડી 
બિહારની પ્રજાએ વંશવાદ અને જાતિવાદની સામે હંમેશા લડાઈ લડી છે. ભાજપ જનસંવાદ, જનસંપર્ક અને જનતંત્રમાં વિશ્વાસ રાખે છે. કોરોનાના આ સંકટમાં લોકોનો સંપર્ક કેવી રીતે કરવો. હું જેપી નડ્ડાજીને અભિનંદન આપુ છું કે તેમણે 75 વર્ચુઅલ રેલી મારફતે દેશભરની પ્રજાનો સંપર્ક કરવાનું માધ્યમ બનાવ્યું છે.

શાહની રેલી માટે ભાજપે મોટી તૈયારી કરી લીધી છે. તે વ્યક્તિ કદાચ ભાજપનો સભ્ય ન બન્યો હોય, પરંતુ પાર્ટીએ આ પ્રકારની દરેક વ્યક્તિ પાસે શાહની વાત પહોચાડવાની તૈયાર કરી છે. પક્ષનો દાવો છે કે શાહની રેલીની એક લિંક એવી દરેક વ્યક્તિને મોકલવામાં આવશે, જેણે તેમના મોબાઇલથી સભ્યપદ માટે મિસ કોલ આપ્યો હતો. ભાજપે આવા 56 લાખ લોકોને ઓળખી કાઢ્યા છે. જોકે આ લોકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા નથી તેમ છતાં ભાજપ તેમને પોતાના માનવાનું ચાલુ રાખ્યું છે. ભાજપ પાસે આવા બધા જ લોકોના નંબર્સ છે.

ચૂંટણી પ્રચારનો બીજો તબક્કો: નીતિશ આજે 5 જિલ્લાના JDU નેતાઓનો ફિડબેક લેશે

  • મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે વિધાનસભાની ચૂંટણી પ્રચારના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રથમ દિવસે પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી અને મધુબનીના જિલ્લા પ્રમુખો, બ્લોક, પંચાયત અને બૂથના પ્રમુખો સાથે વાત કરશે. આ સમયગાળા દરમિયાન, પક્ષની પ્રવૃત્તિઓની સાથે, સરકારના કામનો પણ ફિડબેક લેવામાં આવશે.
  • 8 જૂનના રોજ સુપૌલ, સહરસા, મધેપુરા, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા, કટિહાર અને દરભંગા, 9 જુને મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, છપરા અને વૈશાલી, 10 જુને સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખિસરાય, શેખપુરા અને જમુઇના કાર્યકરો સાથે વાતચીત કરવામાં આવશે.

વિરોધમાં RJD થાળી વગાડી, કોંગ્રેસ કાળા ફુગ્ગા ઉડાડશે
RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ભાજપની વર્ચુઅલ રેલીનો વિરોધ કર્યો છે. RJDના લોકો થાળી-કટોરી વગાડી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાળા ફુગ્ગા ઉડાડવાનું આયોજન કર્યું છે. ડાબેરી પક્ષો વિશ્વાસઘાત અને દમ દિવસની ઉજવણી રહ્યા છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપ ‘વાસ્તવિકતા’ ને ‘વર્ચુઅલ’ રેલીથી છુપાવવા માંગે છે. અમે તેમનો ઉદ્દેશ સફળ થવા દઇશું નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહાર જનસંવાદ રેલીને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું “ભારતના રાજકીય ઈતિહાસમાં આ પ્રથમ વર્ચુઅલ રેલી છે. હું બિહારના કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું. 2014 અને 2019માં એનડીએને જનાદેશ આપીને સરકાર બનાવવામાં યોગદાન આપવા માટે બિહારની જનતાનો આભાર માનું છું. અઢી કરોડ લોકોના ઘરમાં વીજળી આવી છે, ફાનસનો જમાનો ગયો.”

શાહે કહ્યું, ઈન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લગાવી હતી ત્યારે બિહારની જનતાએ જેપી આંદોલન કરીને ફરીથી લોકતંત્ર સ્થાપ્યું હતું. બીજેપીની સરકાર ગરીબોની સરકાર છે. બિહારની ધરતીએ પ્રથમ વખત વિશ્વમાં લોકતંત્રનો અનુભવ કરાવ્યો. આ ભૂમિએ હંમેશા ભારતનું નેતૃત્વ કર્યુ છે. આ રેલીને ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. ભાજપ લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે.

Leave a Response

error: Content is protected !!