રાજનીતિ

મોટાભાઈ મેદાને : ખેડુતોની ટ્રેકટર રેલી પહેલા અમિત શાહનો એક્શન મોડ, કાલે શું કઈક મોટુ થશે ?

676views

આવતીકાલે ગણતંત્ર દિવસની દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે સાથે જ ખેડુતો દ્વારા થનાર ટ્રેકટર રેલીની પણ ચર્ચા જોરમાં છે. નિયમો સાથે પોલીસે આ રેલીની મંજુરી આપી છે. આ મ છતા રેલીમાં કોઈ અનઈચ્છીનીય બનાવ ના બને તે માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે. દેશના ગૃહમંત્રાલયમાં હાલ હાઈ લેવલ બેઠક ચાલી રહી છે. આવતીકાલનો દિવસ દેશના દરેક નાગરિક માટે પવિત્ર છે. આથી મોટાભાઈ હાલ જ મેદાને આવીને પોતે જાતે દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે.

ટ્રેક્ટર પરેડને લઈને ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાન પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર, IB ચીફ, બંને ગૃહ રાજ્યમંત્રી સામેલ હતા. જણાવી દઈએ કે દિલ્હી પોલીસ કમિશનરે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ અને સિંધુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને આ અંગેની જાણકારી અમિત શાહને બેઠકમાં આપશે. 

ટ્રેક્ટર પરેડ માટે દિલ્હી પોલીસે 37 શરતો સાથે ખેડૂત સંગઠનોને NOC આપ્યું છે. નક્કી કરેલ રૂટ ઉપર જ ટ્રેક્ટર રેલીને મંજૂરી હશે. આ ઉપરાંત ભડકાઉ ભાષણ અને હથિયાર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરેડ માટે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

Leave a Response

error: Content is protected !!