વિકાસની વાત

અમિત શાહે સંભાળ્યો ગૃહમંત્રીનો પદભાર…શું હશે આગળની વ્યુરચના ?

89views

અમિત શાહે આજે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે. ગુરુવારે તેમના વડાપ્રધાન પદની સાથે ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. પદભાર સંભાળતા જ અમિત શાહે મોદીનો આભાર માનતા ટ્વીટ કર્યુ હતું.

2010માં કહ્યું હતુંમારી ઓટ જોઇને કિનારે ઘર બનાવતા, હું સમંદર છું, ફરી પાછો આવીશ

 

     અમિત શાહ ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા. પણ એમને નકલી એન્કાઉન્ટરમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 29 ઓક્ટોબર 2010ના દિવસે તેઓે જામીન પર છૂટ્યા અને નારણપુરામાં એમના ઘરે ટેકેદારોને કહ્યું હતું કેમારી ઓટ જોઇને કિનારે ઘર બનાવતા, હું સમંદર છું, ફરી પાછો આવીશ. પછી શાહને તડીપાર કરી દેવાયા હતા. આજે 10 વર્ષ પછી અિમત શાહ દેશના ગૃહમંત્રી બની ગયા છે. શાહે સાચું કહ્યુ હતું. આજે તેઓ અનેક રીતે શક્તિશાળી છે, વધુ વિશ્વાસ સાથે અને વધુ ઊર્જા સાથે પાછા આવ્યા છે.

 

દેશમાં પહેલીવાર વડાપ્રધાન અને ગૃહમંત્રી બંન્ને ગુજરાતી:

                                                                                           અમિત શાહ દેશના 30મા ગૃહમંત્રી બન્યા છે. તેઓ 72 વર્ષમાં બીજા ગુજરાતી છે જે દેશની સત્તામાં નંબર-2 પર પહોંચ્યા હોય. અગાઉ આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે પદનું ગૌરવ વધાર્યું હતું. જો કે પછી 1લી જુલાઇ 1978થી 1979 દરમ્યાન મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદની સાથેસાથે ગૃહ મંત્રાલય પણ સંભાળ્યું હતું. જ્યારે ચરણ સિંહની સરકારમાં એચએમ પટેલ ગૃહમંત્રી બન્યા હતા. પણ બન્ને પૂર્ણકાલિન ગૃહમંત્રી નહોતા. પછી ગાંધીનગરથી ચૂંટાયેલા એલકે અડવાણી પણ ગૃહમંત્રી બન્યા હતા. પણ તેઓ બિનગુજરાતી હતા. મોદી સરકારની પ્રથમ ટર્મમાં ગુજરાતના સાંસદ હરિભાઈ ચૌધરી રાજ્યકક્ષાના ગૃહમંત્રી પદે રહ્યા હતા. દેશમાં પહેલીવાર એવું બનશે કે કોઈ રાજ્યની સરકારમાં નંબર-1 અને નંબર-2 રહેલા બે નેતા કેન્દ્રીય સરકારમાં પણ નંબર-1 અને નંબર-2 બન્યા હોય. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.

 

અમિત શાહ સામે શું પડકાર?

                              અમિત શાહના ગૃહમંત્રી બન્યા પછી તેમની પ્રાથમિકતાઓ વિશે અટકળો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જમ્મુકાશ્મીરમાં કલમ-370 અને આર્ટિકલ 35- પર સરકારનું વલણ શું છે તે જોવા લાયક છે. લોકોએ જોવા માગશે કે ગૃહમંત્રી તરીકે અમિત શાહ વિષયો પર શું નિર્ણય લે છે. કારણકે બીજેપી સરકારે સતત બંને કલમોને હટાવવાની વાત કરી છે. નોંધનીય છે કે, જમ્મુકાશ્મીરમાં વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પહેલાં કલમ 370 અને આર્ટિકલ 35- પર ગૃહમંત્રાલયનું વલણ જમ્મુકાશ્મીરના રાજકારણમાં ઘણું ઉતારચઢાવ વાળું સાબીત થશે.

error: Content is protected !!