રાજનીતિ

સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે’રન ફોર યુનિટી’ને અમિત શાહે આપી લીલીઝંડી

105views

સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.શાહે દિલ્હીમાં રન ફોર યુનિટીને પણ રવાના કરી હતી.

 

તેમણે કહ્યું, આઝાદી બાદ બ્રિટિશરોએ ભારતને 550 થી વધુ રજવાડાઓમાં વહેંચવાનું કામ કર્યું હતું. દેશ અને દુનિયા માને છે કે ભારતને આઝાદી મળશે, પરંતુ ભારત અલગ થઈ જશે. પરંતુ રજવાડાઓને દેશ સાથે જોડવાનું કામ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું.

સરદાર પટેલે 550 થી વધુ રજવાડાઓને એક કરી દેશને એક કર્યો, પરંતુ એક કસક જમ્મુ-કાશ્મીર પર છોડી દેવાઇ. જમ્મુ-કાશ્મીર ભારત સાથે ભળી ગયું, પરંતુ આર્ટિકલ 370 અને 35 એને લીધે જમ્મુ-કાશ્મીર આપણા માટે સમસ્યા બની રહ્યું. 70 વર્ષમાં કોઈએ પણ આર્ટિકલ 370 ને સ્પર્શવાનો વિચાર કર્યો નથી. 2019માં દેશની જનતાએ ફરી એકવાર મોદીજીને દેશના વડા પ્રધાન બનાવ્યા અને 5 ઓગસ્ટે દેશની સંસદે કલમ 370 અને 35 એ દૂર કરી અને સરદાર સાહેબનું અધૂરું સપનું પૂરું કર્યું.

Leave a Response

error: Content is protected !!