રાજનીતિ

અમદાવાદ રથયાત્રાને લઈને મોટા સમાચાર, રથયાત્રા આરતીમાં અમિત શાહ રહેશે હાજર

2.11Kviews

આવતીકાલે અષાઢી બીજને લઈ અમદાવાદમાં રથયાત્રાને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવતાં અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવા માટે માગ તેજ બની છે. તેવામાં આજે સાંજની આરતીમાં સીએમ રૂપાણીએ હાજરી આપી હતી. અને કહ્યું હતું કે, અમદાવાદમાં શરતી મંજૂરી સાથે રથયાત્રા કાઢવા માટે હાઈકોર્ટને માગ કરવામાં આવશે.

મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રા માટે સરકાર પાસે પરવાનગી માગવામાં આવી હતી. ભક્તોને વિનંતી છે કે દર્શન માટે બહાર ન નીકળે. હાઈકોર્ટ પાબંદીઓ સાથે રથયાત્રાને મંજૂરી આપશે તેવી શક્યતાઓ છે. સરકાર જનતા કરફ્યુ આપે તો તેનું પાલન કરજો. સવારે ચાર વાગ્યે મંગળા આરતી થશે. મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. કાલે સવારે 7 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે.

Leave a Response

error: Content is protected !!