રાજનીતિ

અમદાવાદમાં અમિત શાહે જે હોલનું ઉદ્દઘાટન કર્યું ત્યાં જ થયા હતા તેમના લગ્ન

106views

કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવ્યા છે. બુધવારની સાંજે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતુ. એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણી સહિતના ભાજપના નેતાઓએ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. જે બાદ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. અને સાંજે વાગ્યે તેઓ ઈન્કમટેક્ષ બ્રિજના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. અહીં પણ ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બલૂન ઉડાવ્યા હતા.

જે બાદ અમિત શાહ ઈન્કમટેક્ષની પાછળ આવેલાં દિનેશ હોલ પહોંચ્યા હતા. અહીં તેઓએ નારણપુરા ખાતે આવેલાં સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. અહીં અમિત શાહે જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ મળવાનો મોકો મળ્યો નથી. રથયાત્રામાં મંગળા આરતી કરવા માટે આવ્યો છું . આજે બહુ લાંબા સમય પછી પશ્ચિમ અમદાવાદના લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવા બ્રિજનું લોકાર્પણ કર્યું. હું તો 13 વર્ષની ઉંમરથી ગૃહમંત્રી બન્યો ત્યાં સુધી આ રોડ પરથી નીકળ્યો છું.મારા લગ્ન પણ આ ડી. કે. પટેલ હોલમાં જ થયા હતા.નારણપુરાનો ધારાસભ્ય હતો ત્યારે ભૂમિપૂજન, આજે મારી ઉપસ્થિતિમાં લોકાર્પણ પણ થયું તે આનંદની વાત છે.

સ્વ. ડી.કે. પટેલ હોલનું ઉદઘાટન કરવા માટે પહોંચેલાં ગૃહમંત્રી અમિત શાહે અહીં પોતાના બાળપણના સંસ્મરણો વગોવ્યા હતા. અહીં અમિત શાહે કહ્યું કે, હું આ 13 વર્ષની ઉંમરથી ગૃહમંત્રી બન્યો ત્યાં સુધી આ રોડ પરથી પસાર થયો છું. મારા લગ્ન પણ આ જ ડી.કે. પટેલ હોલમાં થયા હતા. નારણપુરાનો ધારાસભ્ય હતો ત્યારે ભૂમિપૂજન અને આજે મારી ઉપસ્થિતિમાં આ હોલનું લોકાર્પણ થયું તે આનંદની વાત છે.

2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલાં અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમ બાદ 4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેશે. અમિત શાહ 4 જુલાઈએ સવારે 4 વાગ્યે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લેશે. અને બાદમાં તેઓ મંદિરના પ્રાંગણમાં ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથના દર્શન કરશે.

Leave a Response

error: Content is protected !!