જાણવા જેવુરાજનીતિ

ભાજપને જમીનથી આસમાન સુધી લઈ જનાર અમિત શાહનો છે આજ જન્મદિન

89views

2014 માં જ્યારે અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ જોયું નથી. એક રાજ્ય જીત્યા બાદ ઉજવણી કરવાને બદલે, તેમણે બીજા રાજ્યોમાં ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેના પ્રયત્નોમાં લાગી જાય છે.

અમિત શાહ (અમિતભાઇ અનિલચંદ્ર શાહ) નો જન્મ 22 ઓક્ટોબર, 1964 ના રોજ થયો હતો. તેનો જન્મ મુંબઇના શ્રીમંત જૈન પરિવારમાં થયો હતો. તેના પિતા અનિલચંદ્ર શાહ પીવીસી પાઈપોમાં ધંધો ચલાવતા હતા. અમિત શાહે મહેસાણામાં સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદની સી.યુ.શાહ સાયન્સ કોલેજમાંથી બાયો-કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ 14 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) માં જોડાયા હતાં.

આજે જ્યારે અમિત શાહનો જન્મદિવસ છે પરંતુ તે ના તો તેમના પરિવાર સાથે છે, કે ના તો કોઈ ઉજવણી કરી રહ્યા છે. પરંતુ શાહની પહેચાન જ તેનું વર્ક કલ્ચર. તેમના માટે દેશની પ્રાથમિકતાઓ કરતાં વધુ કંઈ જ નથી.

આખી દુનિયાને શાહ પર વિશ્વાસ

જુલાઈના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિશ્વ પાકિસ્તાન અને અમેરિકાના વડાઓના નિવેદનોની ચર્ચા કરી રહ્યું હતું. ત્યારબાદ શાહે એવી યુક્તિ કરી કે જે આખી રમતને પલટાઈ ગઈ હતી. ફક્ત ભારત જ નહીં પરંતુ આખું વિશ્વ શાહની વ્યૂહરચની કુશળતા પર વિશ્વાસ છે. પાકિસ્તાન અને ચીને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ તેમના નિયંત્રણમાં નહોતું.

અમિત શાહના જન્મદિવસ ખાસ નરેન્દ્ર મોદીએ ખાસ ટ્વિટ કરીને શુભકામના આપી છે.

 

कर्मठ, अनुभवी, कुशल संगठनकर्ता एवं मंत्रिमंडल में मेरे सहयोगी अमित शाह जी को जन्मदिन की ढेरों शुभकामनाएं। सरकार में बहुमूल्य भूमिका निभाने के साथ ही वे भारत को सशक्त और सुरक्षित करने में भी महत्वपूर्ण योगदान दे रहे हैं। ईश्वर उन्हें दीर्घायु करे और सदा स्वस्थ रखे।

Leave a Response

error: Content is protected !!