Corona Update

દિલ્હીમાં કોરોના વધતા કહેરની અમિત શાહ ચિંતા, કેજરીવાલને ખાસ ચર્ચા કરવા બોલાવ્યા

678views

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સવારે 11 વાગ્યે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, સીએમ અરવિંદ કેજરીવાલ અને એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા સામેલ હશે. ગૃહ મંત્રાલય અનુસાર, આ મીટિંગમાં દિલ્હીમાં કોરોનાના સંકટની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જેમાં SDMAના સદસ્ય પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગત 24 કલાકમાં બે હજારથી વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાતાં તેણે તમામને ચિંતામાં મૂકી દીધા છે. કેન્દ્ર સરકારે પહેલાં સુપ્રીમ કોર્ટે પણ જાતે તેનું સંજ્ઞાન લેતાં દિલ્હી સરકારને ફટકાર પણ લગાવી હતી. હવે દેશનાં ગૃહમંત્રી પણ પોતે આ મામલે મીટિંગ કરી રહ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે બેઠક કાલે સવારે 11 વાગ્યે યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પણ સામેલ થશે.

દિલ્હીમાં કોરોનાએ રફ્તાર પકડી છે. શુક્રવારે અહીં નવા કેસોની સંખ્યાએ તમામ રેકોર્ડ્સ તોડી દીધા હતા. સત્તાવાર આંકડા પ્રમાણે શુક્રવારે દિલ્હીમાં 2137 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. જે સાથે જ દિલ્હીમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 36824 થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસનાં આંકડા જોઈએ તો દિલ્હી અને ચેન્નઈમાં મુંબઈથી બમણી ઝડપે અને અમદાવાદથી 3 ગણાં દર્દીઓ વધ્યા છે.

Leave a Response

error: Content is protected !!