Corona Updateરાજનીતિ

અમિત શાહે કરી અમદાવાદ ક્લેકટર સાથે બેઠક, વાંચો અમદાવાદ-ગાંધીનગર માટે શું ઘડાયો પ્લાન

2.21Kviews

અમિત શાહને સતત ગાંધીનગર અને અમદાવાદની ચિંતા છે. ખાસ કરીને કોરોના બાબતે ગૃહમંત્રી અમિત શાહ પોતે જ રિવ્યુ મિટીંગ કરીને જાણકારી મેળવતા રહે છે. અમદાવાદની હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા અને આગામી કેવા પગલા લઈ શકાય તે અંગે અમદાવાદ અને ગાંધીનગર ક્લેકટર સાથે અમિત શાહે બેઠક યોજી હતી. અમદાવાદ ક્લેક્ટરે આ અંગે ટ્વિટર પર પણ માહિતી આપી હતી.

અમિત શાહે શહેર માટે નિચે મુજબના સુચનો કર્યા છે.

  • ધન્વંતરી રથનો બને તેટલો વધુ ઉપયોગ કરીને સર્વે વધારવામાં આવે
  • હાલ સ્ક્રિનિંક થઈ રહ્યુ છે તે બરાબર છે પણ હજુ વધુમાં વધુ લોકોનું સ્ક્રિનિંક ઓફિસ,મોલ અને કામના સ્થળે થવું જોઈએ
  • ચોમાસાને ધ્યાને રાખી વૃક્ષારોપણ કરવા માટે પણ સુચન કરવામાં આવી
  • દત્તક ગામોમાં રાજ્ય અને કેંદ્ર સરકારની તમામ યોજનાઓનું ઝડપી અમલીકરણ કરવા સુચના કરવામાં આવી

Leave a Response

error: Content is protected !!