રાજનીતિ

મોદી સરકાર શિયાળુ સત્રમાં લાવશે 27 બિલ, જાણો સંસદના શિયાળુ સત્રમાં મોદી-શાહનો શું છે એક્શન પ્લાન ?

151views
  • 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર
  • કેન્દ્ર સરકાર કરશે 27 મહત્વના બિલ પાસ
  • સિટીઝન અમેંડમેંટ બિલ અને પ્રાઈવેટ ડેટા પ્રોટેક્શન બિલને પ્રાથમિકતા
  • અમિત શાહનો એક્શન પ્લાન, સર્વદળીય બેઠકમાં થઈ ચર્ચા
  • સતત બે દિવસથી ચાલે છે બેઠક

18 નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્ર કેન્દ્ર સરકાર માટે અને દેશના તમામ લોકો માટે અતિ મહત્વનું છે. ત્રિપલ તલાક અને 370 નાબુદી બાદ પીએમ મોદી અને અમિત શાહ પાસેથી લોકો વધુ આશા રાખી રહ્યા છે. મોદી સરકાર પહેલાથી જ તુરંત અને જન હિતકારી નિર્ણય લેવામાં આગળ રહી છે.

 

શિયાળુ સત્ર શા માટે છે મહત્વનું ?

શિયાળુ સત્ર માટે કેન્દ્ર સરકારનો ટારગેટ 27 મહત્વના બિલને પાસ કરવાનો છે. સિટીઝન અમેંડમેંટ બિલ અને પ્રાઈવેટ ડેટા પ્રોટેક્શન બિલને પ્રાથમિકતા રહે તેની શક્યતા છે. કેન્દ્ર સરકારના સતત એ જ પ્રયાસ છે  કે આ પર બંને ગૃહમાં ચર્ચા થાય અને ઝડપથી તે પાસ થાય. આ માટે સરકારે સર્વદળીય બેઠક પણ બોલાવી છે. 27 બિલમાંથી મુખ્ય આ બિલ પર નઝર છે.

-કરવેરા  સુધારા બિલ 2019 (બદલી વટહુકમ)

– ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ બિલ (રિપ્લેસમેન્ટ વટહુકમ)

– નાદારી  બેંકકરપ્સી બિલ (બીજું સુધારો બિલ 2019)

– ગર્ભાવસ્થા સુધારણા બિલની તબીબી સમાપ્તિ

– રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી બિલ

– નાગરિકતા સુધારણા બિલ

– રાષ્ટ્રીય નદી ગંગા બિલ

– પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ

– રાષ્ટ્રીય નદી ગંગા બિલ

– પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ

 

અમિત શાહનો આ છે એક્શન પ્લાન

શિયાળુ સત્ર પહેલા કેન્દ્રીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી  જેમાં અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસી નેતા ડેરેક, બીએસપી નેતા સતીશ ચંદ્ર હાજર રહ્યા. સંસંદ ભવનની લાઈબ્રેરી ભવનમાં આ બેઠક  ચાલી. શિવસેના સાંસદ સંજય રાઉત,કોંગ્રેસ નેતા ગુલામ અલી પણ બેઠકમાં હાજર રહ્યા.

અમિત શાહ સંસદ પહેલા જ તમામ દળો સાથે બેઠક કરી રહ્યા છે. આ પહેલા પણ શનિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ સર્વદળીય બેઠક બોલાવી અને ચર્ચા કરી હતી.

શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી રહેશે. કેન્દ્ર સરકાર બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાના હેતુથી નાગરિકતા સુધારણા બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. નાગરિકત્વ ખરડો પણ ગત ટર્મમાં સંસદમાં રજૂ કરાયો હતો, પરંતુ તેનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!