રાજનીતિ

અમિત શાહ આજથી ‘મીશન કશ્મીર, પર ,અમરનાથ યાત્રાની સુરક્ષા પર કરશે ચર્ચા

130views

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસીય જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે જઇ રહ્યાં છે. આ દરમિયાન અમિત શાહ રાજ્યની સુરક્ષા સ્થિતિ તેમજ વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરશે. ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મૂ-કાશ્મીર મુલાકાત છે.

શ્રીનગરમાં અમિત શાહ બેઠક દરમિયાન આંતરિક સુરક્ષાની સાથે અમરનાથ યાત્રાની વ્યવસ્થા પર પણ ચર્ચા કરશે. જો કે સૂત્રોનું માનીએ તો અમિત શાહ અમરનાથજીની ગુફામાં દર્શન કરવા જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે અમરનાથા યાત્રા 1લી જૂલાઇથી શરૂ થશે જે 15 ઓગસ્ટ સુધી ચાલશે.

કાશ્મીરમાં ગૃહમંત્રીના પ્રવાસને લઈને સ્થાનિકોમાં અને ખાસ કરીને ત્યાંના રાજકીય પક્ષોમાં ખુબ આશાઓ બંધાઈ છે. રાજ્યના પીડીપીના પ્રવક્તાએ કહ્યું કે કાશ્મીરમાં અત્યાર સુધી અનેક ગૃહમંત્રીઓએ મુલાકાત કરી છે. શાહ ભારે સમર્થનથી સરકારમાં આવ્યાં છે અને તેમની પાસેથી ખુબ આશાઓ છે. તેઓ રાજ્યામાં હાલની સ્થિતિ જોઈને કોઈ આશાવાદી પગલું ભરશે. આ સાથે જ વાતચીતનો દરવાજો પણ ખુલશે જેથી કરીને કાશ્મીરની સ્થિતિમાં સુધાર થશે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે શાહ ગુરુવારે પાર્ટીના નેતાઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિ મંડળો, મુખ્ય પ્રવાહની પાર્ટીઓના નેતાઓ, પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને પંચાયત સભ્યોની મુલાકાત કરશે.

અમિત શાહ આ દરિયાન આતંકીઓ દ્વારા મારવામાં આવેલા ભાજપના કાર્યકર્તાઓના પરીવારજનોને મળવા જશે. આ સાથે અનંતનાગમાં 12 જૂનના રોજ આતંકી હુમલામાં શહીદ એસએચઓ અરશદ ખાનના શ્રીનગર સ્થિત નિવાસસ્થાને પણ જશે.

આ ઉપરાંત આતંકવાદીઓ સામેની કાર્યવાહીને લઈને પણ માહિતી મેળવશે. સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક બાદ શાહ ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને અલગ અલગ સંબોધન કરશે. તેમણે કહ્યું કે તેઓ રાજ્યપાલને પણ મળશે અને તેમની સાથે રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે. ચર્ચામાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પણ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, આગામી પહેલી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. ત્યારે અમરનાથની યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા અને યાત્રાળુઓને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે યાત્રામાં અત્યંતઆધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામા આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!