રાજનીતિ

વર્ષોની પરંપરા નિભાવવા બીજા નોરતાએ માતાની પૂજા માટે દિલ્હીથી આવશે અમિત શાહ ગુજરાત

99views

અમિત શાહના એક દિવસના ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, આરએએફના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ સીધા તેઓ પોતાના ગામ માણસા જશે જ્યાં માતાજીની પ્રાર્થના કરી, આરતીમાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે ગૃહ મંત્રી અમિત શાહ નવરાત્રિમાં પોતાના ગામ માણસા અચુક જાય છે અને માતાજીના દર્શન કરે છે. ત્યારે આ વર્ષે પણ બીજા નોરતે માણસા જઈ પોતાના કુળદેવી દર્શન કરશે.

 

દરવર્ષે નવરાત્રિના બીજા દિવસે અમિત શાહ પરિવાર સાથે વતન માણસામાં બહુચર માતાજીની માંડવીની આરતી દર્શન માટે જાય છે. સોમવારના બીજા નોરતાની રાત્રે તેઓ વતન માણસાની પરંપરાને અનુકરણ કરશે. ગાંધીનગરમાંથી ચૂંટાયા અને ગૃહમંત્રીપદ સંભાળ્યા બાદ શાહ પહેલીવાર પોતાના વતન જવાના છે.

અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે કરશે ખાસ નેતાઓ સાથે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 સપ્ટેમ્બરે એક દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 30મી સપ્ટેમ્બર તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સૌપ્રથમ તેઓ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં કાર્યાલયનું લોકાર્પણ કરશે. જે બાદ વસ્રાલ સ્થિત આરએએફના 75 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે.

ગુજરાતમાં છ બેઠકો માટે યોજાઇ રહેલી પેટાચૂંટણીનો પ્રચાર શરુ થાય તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. સોમવારે પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નામાંકન પત્રો ભરવાના છે, તે વખતે અમિત શાહ અહીં હાજર હશે, પરંતુ કોઇપણ ઉમેદવાર સાથે નહીં હોય. અમિત શાહનો આ પ્રવાસ કાર્યક્રમ સરકારી, રાજકીય અને વ્યક્તિગત પ્રસંગો પૂરતો રહેશે.

 

Leave a Response

error: Content is protected !!