રાજનીતિ

આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે અમિત શાહ

98views

અમિત શાહ ડિસેમ્બર સુધી બીજેપી અધ્યક્ષ પદ પર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર સુધી હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા રહેશે અને તેમણા નેતૃત્વમાં ત્રણેય વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. તેના પછી પાર્ટીના નવા અધ્યક્ષ માટે પસંદગી કરવામાં આવશે.

આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે એક ઉચ્ચ મીટિંગ સમાપ્ત થઈ છે. હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આગામી ચૂંટણીઓ અને નવા પ્રમુખ પદ માટે ચર્ચા થઈ છે. આધારભુત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી શાહની આગેવાનીમાં જ લડશે.

ભાજપના મહાસચિવ, સચિવ, પ્રદેશ પ્રમુખો અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મીટિંગ યોજાઈ હતી જેમાં આગામી ચૂંટણી અંગે ચર્ચાઓ થઈ હતી અને પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણીનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રીઓમાં શિવરાજ સિંહ ચૌહાન, રમન સિંહ અને વસુંધરા રાજે મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ભૂપેન્દ્ર યાદવ અને જે.પી નાયડુની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ પણ સામેલ હતા.

એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના સીનિયર નેતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, અમિતા શાહને પાર્ટીના પદાધિકારીઓને કહ્યું કે, પાર્ટીની શાનદાર જીત પાછળ કાર્યકર્તાઓની મહત્વનું યોગદાન રહ્યું છે. અમિત શાહે કહ્યું કે, જાતિવાદ,પરિવારવાદ અને સંપ્રદાયવાદની વિરુદ્ધ 2019ની જીત છે.

તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચોહાણને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. અમિત શાહે શિવરાજને સભ્યપદ અભિયાનમાં વડા બનાવ્યાં છે. શિવરાજસિંહને સભ્યપદ અભિયાનના પ્રમુખ બનાવાયા હોવાથી તેમની અધ્યક્ષતા હેઠળ દેશમાં સભ્યપદ અભિયાનને આગળ વધારવામાં આવશે.તેમજ શુક્રવારે અમિત શાહ વિવિધ રાજ્યોના પાર્ટી મહાસચિવ સાથે પણ મુલાકાત કરશે.

જો કે, આ વર્ષના અંતમાં ભાજપની આંતરિક ચૂંટણી શરૂ થશે, જેનો અંત જાન્યુઆરી 2020 સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી દ્વારા થશે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ વર્ષની બે ટર્મ સુધી પ્રમુખ પદ પર કામ કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!