રાજનીતિ

અમિત શાહે લખ્યો મોદી પર એક ખાસ લેખ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રહિત જ સર્વોપરી

92views

મોદીએ ભાજપ માટે જ નહીં પણ દેશના નાનામાં નાના નાગરિક માટે કાર્ય કર્યું છે એમાં કોઈ શક નથી બરાબરને શું કહો છો?એ પછી જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાની વાત કે વાત ત્રણ તલાક બિલની હોય જ્યાં પણ જરૂર પડી ત્યાં કડક નિર્ણયો લઈ દેશના હિતમાં કામ કર્યું જ છે ત્યારે આ અંગે લોકોને સ્પષ્ટ ચિત્ર બતાવ્યું અમિત શાહના એક લેખે. તો ચાલો જાણીયે શું કહે છે ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં વિશે

દૈનિક જાગરણમાં પ્રકાશિત તેમના લેખમાં ગૃહ મંત્રીએ લખ્યું છે કે આઝાદી બાદ થયેલી 17 લોકસભા ચૂંટણીમાં દેશે 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. સરકારોએ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે, પરંતુ એવી સરકારો ઓછી રહી છે જે દૂરંદેશી પરિણામ લાવનારું કામ કરી શકી. ગૃહ મંત્રીએ લખ્યું કે 55 વર્ષના શાસનમાં કોંગ્રેસને આઠ વાર પૂર્ણ બહુમત વાળો જનાદેશ મળ્યો, પરંતુ તેમણે કદાચ દસ કામ પણ એવા નથી કર્યા જેનાથી દેશને નિર્ણાયક દિશા મળી હોય.

 

 

તેઓએ જણાવ્યું કે મોદી સરકારે પોતાના કાર્યકાળમાં એવા ડઝનબંધ કામ કર્યા છે જેનાથી સામાન્ય લોકોના જીવનમાં ફેરફાર થયા છે ઉપરાંત ભારતની દુનિયાની સામે આગળ ઓળખ બની છે. મોદીજનીની સૌથી મોટી વિશેષતા તેમની અતુલનીય દૃઢ ઈચ્છાશક્તિ છે, જેનું સૌથી તાજું ઉદાહરણ રાજ્યસભામાં સંખ્યાબળ ન હોવા છતાંય આર્ટિકલ-370 અને આર્ટિકલ 35એને સમાપ્ત કરવું રહ્યું. આ બંને આર્ટિકલના કારણે કાશ્મીર દેશના વિકાસની મુખ્યધારા સાથે નહોતું જોડાઈ શક્યું જેના કારણે ત્યાં આતંકવાદી અને અલગતાવાદી શક્તિઓ વિકસી રહી હતી.

Leave a Response

error: Content is protected !!