Corona Update

મમતાની દાદાગીરી પર ગૃહમંત્રી શાહે લખ્યો પત્ર, શ્રમિકો સાથે અન્યાય કરવાનું બંધ કરો,ટ્રેનને બંગાળ આવવા દો બાકી…

510views
  • પ્રવાસી શ્રમિકોનો વાંક શું છે કે તેઓ બંગાળમાંથી આવે છે ? 
  • લાખો બંગાળી પ્રવાસીઓ પણ દેશભરમાં અટવાયા છે 
  • મમતા દીદી સ્વીકારવાની પાડી દીધી છે સ્પષ્ટ ના 
  • અમિત શાહે પત્ર લખીને મજુરો સાથે અન્યાય ના કરવા કહ્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારને પ્રવાસી શ્રમિકોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી સહયોગ મળી રહ્યો નથી. શાહે જણાવ્યું કે, કેન્દ્ર બે લાખથી વધારે પ્રવાસી મજૂરોને અલગ અલગ રાજ્યમાં તેમના ઘર સુધી પહોંચાડવાની સુવિધા આપી રહી છે.પશ્વિમ બંગાળના શ્રમિક પણ પાછા જવા માંગે છે, પણ રાજ્ય સરકાર ટ્રેનને આવવા માટે મંજૂરી આપી રહી નથી.

શું લખ્યું છે પત્રમાં ?

અમિત શાહે કહ્યું કે, ‘મમતા સરકાર પ્રવાસી મજૂરો સાથે અન્યાય કરી રહી છે. આવુ કરવું તેમના માટે મુશ્કેલી ઊભી કરશે. કોરોના અંગે પશ્વિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચ નવો વિવાદ પેદા થઈ ગયો છે. આ પહેલા કોરોના સંક્રમણ અને તેનાથી થાનારા લોકોના મોત અંગે બન્ને સરકાર એકબીજાની સામ સામે હતી. કેન્દ્ર અને બંગાળ સરકાર મોતના અલગ અલગ આંકડા જાહેર કરી રહી છે.’

ટ્રેનથી દોઢ લાખથી વધારે લોકોને ફાયદો મળ્યો 
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે શુક્રવારે જણાવ્યું હતું કે, શ્રમિકો, વિદ્યાર્થી, શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ઘરે પહોંચાડવા માટે 222 વિશેષ ટ્રેન ચલાવાઈ રહી છે. આનાથી દોઢ લાખથી વધારે લોકોને ફાયદો મળ્યો હતો. શાહે તેમના નિવેદનમાં માત્ર મજૂરોનો આંકડો જણાવ્યો હતો.

કોવિડની ટીમ અંગે પણ વિવાદ સર્જાયો હતો 
પશ્વિમ બંગાળ સરકાર અને કેન્દ્ર વચ્ચે કોવિડ ટીમ અંગે પણ વિવાદ થઈ ચુક્યો છે. એપ્રિલમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના સંક્રમણની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમને રાજ્યમાં મોકલવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને તો એટલે સુધી કહી દીધું હતું કે, ગુજરાતમાં સંક્રમણથી સ્થિતિ ઘણી ખરાબ છે પણ કેન્દ્રની ટીમને ત્યાં તો મોકલવામાં આવતી નથી.

કેન્દ્ર સરકારે રાજ્યોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઈન્ટર મિનિસ્ટ્રિયલ ટીમની રચના કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્વિમ બંગાળને આ સંબંધમાં આદેશ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જ એક કેન્દ્રીય ટીમ કોલકાતા અને બીજી ટીમ જલપાઈગુડી પહોંચી ગઈ હતી. ગૃહ મંત્રાલયે પશ્વિમ બંગાળમાં કોલકાતા, હાવડા, પૂર્વી મેદિનીપુર, ઉત્તર 24 પગના, દાર્જિલિંગ, કલિમ્પોંગ અને જલપાઈગુડીને કોરોના સંવેદનશીલ ગણાવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!