રાજનીતિ

મૉબ લિંચિંગ અંગે અમિત શાહનું મોટું નિવેદન,”દેશમાં જાગૃતતાથી ખતમ કરી શકાય છે લિંચિંગને”

99views

કેન્દ્રીય ગૃહમંત્રી  અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહએ મૉબ લિંચિંગ પર મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યુ છે કે લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં. એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ભાજપના રાજમાં લિંચિંગ વધવાની વાતને ફગાવી દીધી અને કહ્યુ કે પહેલા પણ થતી હતી. ગૃહ મંત્રીએ કહ્યુ કે, આજે લિંચિંગને એક રંગ આપવામાં આવી રહ્યો છે. લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યુ કે, જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે.

છેલ્લા થોડાક સમયમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં અનેક લોકો ભોડની હિંસાનો શિકાર થયા છે. થોડા સમય પહેલા જ ઝારખંડમાં ચોરીના આરોપમાં ભીડે તબરેજ અંસારી નામના યુવકની મારઝૂડ કરી હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત રાજસ્થાનના અલવરમાં હથિત ગૌ તસ્કરીના કારણે ભીડે પહલૂ ખાનની હત્યા કરી દીધી હતી.

Leave a Response

error: Content is protected !!