રાજનીતિ

અમરેલીમાં 3 વર્ષની માસુમને નરોધમોએ પીંખી નાખી, કુમળા જીવ પર દુષ્કર્મ કરી બસ સ્ટેન્ડમાં ફેંકી દીધી

598views

ના આના ઈસ દેશ લાડો…! હજુ તો દુનિયા જોઈ ન હતી એ પહેલા જ છીછરી અમાનવીય દુનિયાનો પરિચય મળી ગયો. આ દેશ રાજ્ય ગમે તેટલી વાતો કરી લે પણ જ્યાં સુધી મહિલા સુરક્ષિત નથી ત્યાં સુધી કઈ જ સુરક્ષિત નથી. બસ ત્રણ જ વર્ષની બાળકી એક કુમળા જીવને આવી રીતે પીંખી નાકતા એ શેતાનનો જીવ કેમ ચાલ્યો હશે ? અરે દિકરીઓ તો સાક્ષત તુલસીનો ક્યારો કહેવાય છે છતા અમુક મંદબુદ્ધિના લોકો નહિ જ સુધરે. આવી હલ્કી માનસિકતા વાળાનો કોઈ ઈલાજ ખરો ?

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને નરાધમ ફરાર થઈ ગયો હતો. અને બાળકીને ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પર લોહીલુહાણ હાલતમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ઝૂંપડું બાંધી રહેતાં અને ભિક્ષાવૃત્તિ કરતાં પરિવારની ત્રણ વર્ષની દીકરીને નરાધમોએ પીંખી નાખી હતી. નરાધમે ત્રણ વર્ષની દીકરીનું અપહરણ કરીને સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અને બાદમાં બાળકીને મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પર નાખી બળાત્કારી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે ગામ લોકોની અવર-જવર શરૂ થતાં લોહીલુહાણ હાલતમાં બાળકી નજરે પડતાં પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેપની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સાવરકુંડલા તાલુકામાં નાકાબંધી કરવામાં આવી છે. જિલ્લા એસપીએ આ મામલે સૂચના આપી અલગ-અલગ ટીમ બનાવીને નરાધમોને ઝડપી પાડવા માટે 3 શખ્ય વિરુદ્ધ ફરીયાદ નોંધી લીધી છે.

Leave a Response

error: Content is protected !!